વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ખટંબા ગામની સિધ્ધનાથ મહાદેવની જમીનના રેકર્ડ સાથે ચેડા કરી તે જમીન પૂજારીના નામે કરાવ્યા બાદ વીલના આધારે મંદિરની જમીન પચાવી પાડી હોવાના આક્ષેપો સાથે યુવા સેનાએ આઇજીપીને ફરિયાદ કરવામાં આવી છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે,વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ અનેક વખત વિવાદોમાં આવે છે ત્યારે ફરી એકવાર ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ વિવાદોમાં સપડાયા છે. ખટંબા ગામની સીમમાં સર્વે નંબર 121,બ્લોક નંબર 78 વાળી બારખલી ધર્માદા પ્રકારની સિધ્ધનાથ મહાદેવ મંદિરની જમીન દેશી રાજ્યના વિલિનીકરણ પહેલા ગાયકવાડ સરકાર દ્વારા પૂજારીને આપવામાં આવી હતી.આ પ્રકારની જમીન ક્યારેય કોઇની પણ તરફેણમાં તબદીલ થઇ શકે નહી.જમીનના વહિવટકર્તા અથવા પૂજારીને લાગુ ના પડે તેમ છતા ખટંબા ગામની મંદિરવાળી ઉપરોક્ત જમીનના રેકર્ડ સાથે ચેડા કરી સિધ્ધનાથ મહાદેવનું નામ ચાલતુ હતું તે નામ કમી કરી પૂજારી ભગવાનપુરી ગોવિંદપુરીનું નામ દાખલ કરાવ્યું હતું.
મંદિરનું નામ રેકર્ડ પરથી હટાવી લેવાયા બાદ પૂજારીએ તા.19-3-1993થી ધારાસભ્ય મહેન્દ્રકુમાર ઉર્ફે મધુ શ્રીવાસ્તવને વીલ કરી આપી આ જમીન પચાવી પાડી હોવાના આક્ષેપ સાથે યુવા સેનાએ જણાવ્યું હતું કે ધારાસભ્યના નામની વીલની આ નોંધ મંજૂર પણ કરાવી દેવાઇ હતી.ધારાસભ્ય વીલના આધારે બોગસ રીતે ખેડૂત તો બન્યા છે સાથે સાથે મહાદેવની પણ જમીન પચાવી પાડી છે.
આ વિશે ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ કહે છે હું એકલો વીલથી ખેડૂત નથી બન્યો. વડોદરાના અનેક લોકો બન્યા છે.મંદિરના મહંતે 1988માં જમીન વીલથી લખી આપી હતી. ત્યારબાદ આ જમીનનો કેટલોક ભાગ નેશનલ હાઇવેમાં તેમજ સર્વિસ રોડમાં ગયો છે.હવે માત્ર 4 હજાર ચોરસ ફૂટ જમીન બચી છે. આ જમીન મને કોઇ કામની નથી. વડોદરા શહેરના અનેક મોટા બિલ્ડરો વીલથી ખેડૂત થઇ ગયા છે.
એટલું નહીં મધુભાઇએ એમ કહ્યુ હતું કે, હું એકલો વીલથી ખેડૂત નથી બન્યો, મંદિરો માટે અડધી જીંદગી અમે ગુમાવી છે.મેં એક ફૂટ પણ કોઇની જમીન પચાવી હોય તેવું સાબિત કરે તો રાજકારણ છોડવા તૈયાર છું.જેણે પણ આ કૃત્ય જેને કહેવાથી કર્યું છે એ મારું કશું બગાડી લે તેમ નથી.કેટલા સ્કેર ફૂટ જગ્યા છે તેઓ પોતાના સંદેશ ન્યુઝના રિપોર્ટર અને કેમેરામેન સાથે ગેરવર્તુણક કરવામાં આવ્યું હતું.અગાઉ પણ મધુ શ્રીવાસ્તવે દબંગાઈ થી અનેકવાર મીડિયાકર્મી ખાતે ઝપાઝપી અને ગાળાગાળી કરી છે.


