– ઉત્તરાખંડ સરકારના કેબિનેટ મંત્રી યશપાલ આર્ય કોંગ્રેસમાં જોડાયા
– MLA પુત્ર સાથે ભારતીય જનતા પાર્ટી છોડીને કોંગ્રેસમાં જોડાયા
– પુષ્કર સિંહ ધામીના કાર્યકાળમાં મંત્રાલય મળ્યું
ઉત્તરાખંડના રાજકારણમાંથી એક મોટા સમાચાર આવ્યા છે.ઉત્તરાખંડ સરકારના કેબિનેટ મંત્રી યશપાલ આર્ય અને અન્ય ધારાસભ્ય સંજીવ આર્ય ભારતીય જનતા પાર્ટી છોડીને કોંગ્રેસમાં જોડાયા છે.યશપાલ આર્ય હાલમાં ઉત્તરાખંડ સરકારમાં મંત્રી છે અને તેમની પાસે છ વિભાગો છે- પરિવહન,સમાજ કલ્યાણ,લઘુમતી કલ્યાણ,વિદ્યાર્થી કલ્યાણ,ચૂંટણી અને આબકારી વિભાગ.જ્યારે સંજીવ આર્ય તેમના પુત્ર છે.યશપાલ આર્ય બાજપુરથી ધારાસભ્ય છે અને તેમનો પુત્ર સંજીવ આર્ય નૈનીતાલ બેઠક પરથી ધારાસભ્ય છે.જોકે યશપાલ અને સંજીવ આર્ય ભૂતકાળમાં કોંગ્રેસી હતા.પરંતુ તેમનું કોંગ્રેસમાં પરત ફરવું એ પ્રશ્ન ઉભો કરી રહ્યું છે કે શું તે ભાજપ માટે મોટો ફટકો છે. શું રાજ્યનો રાજકીય માહોલ બદલાઈ રહ્યો છે?
બીજી બાજુ, અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહાસચિવ કે.સી. વેણુગોપાલે યશપાલ આર્ય અને સંજીવ આર્યને આવકાર્યા છે અને કહ્યું છે કે આ તેમનું ઘરમાં આવવા જેવુ છે.
પુષ્કર સિંહ ધામીના કાર્યકાળમાં મંત્રાલય મળ્યું
દિગ્ગજ ધારાસભ્ય યશપાલ આર્યએ જુલાઇ મહિનામાં જ પુષ્કર સિંહ ધામી સાથે મંત્રી તરીકે શપથ લીધા હતા.યશપાલ આર્યની સાથે,બિશન સિંહ,અરવિંદ પાંડે,ગણેશ જોશી અને સુબોધ ઉનિયાલ પણ પુષ્કર સિંહ ધામીના મંત્રીમંડળમાં જોડાયા હતા. તેમણે મંત્રીના શપથ પણ લીધા છે.આ સિવાય ધનસિંહ રાવત,રેખા આર્ય અને યતિશ્વર નંદે પણ મંત્રી તરીકે શપથ લીધા હતા.