જીદ: હરિયાણાના જીદથી સત્તાધારી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય ડો. કૃષ્ણ મિઢાએ જિલ્લાના ઓફિસરોની કાર્યશૈલીને લઇને એક વિવાદિત ટિપ્પણી કરતાં આતંકવદીઓને તેમના કરતાં સારા ગણાવ્યા જે વિસ્ફોટ કરીને પોતાની જવાબદારી તો લે છે.
વરસાદ બાદ નિરિક્ષણ કરવા પહોંચ્યા MLA
વરસાદ બાદ શુક્રવારે ક્ષેત્રની સ્થિતિનું નિરિક્ષણ કરવા માટે મિઢાને જ્યારે એક જગ્યાએ રોડ ધસી પડવાને લોકોએ પોતાની પરેશાની જણાવતાં અટકાવી લીધા તો તેમણે ઘટના પર અધિકારીઓને જાણ કરી.બીએન્ડઆર,જનસ્વાસ્થ્ય વિભાગ,શહેરી નિકાય, તથા સિંચાઇ વિભગના અધિકરી જ્યારે ઘટનાસ્થળે પહોંચ્યા તો ધારસભ્યએ અધિકારીઓ પાસેથી જાણવા માંગ્યું કે લાખો રૂપિયા ખર્ચ કરી બનાવામાં આવેલો રોડ કેવી રીતે ધસી પડ્યો? તેના પર અધિકારી એકબીજા વિભગને જવાબદાર ગણાવવા લાગ્યા.


