પશ્ચિમ બંગાળમાં થનારા વિધાનસભા ચૂંટણી પહેલાં જ રાજનીતિ ગરમાઈ રહી છે.મંગળવારે ભારતીય જનતા પાર્ટીએ દિલ્હીમાં ચૂંટણીપંચ સામે રાજ્યની પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે.અને કોઈ નક્કર એક્શન લેવા માગ કરી છે.ચુંટણીપંચમાં ફરિયાદ કરવા જનારા નેતાઓમાં બીજેપી ધારાસભ્ય સભ્યસાચી દત્તાનું કહેવું છે કે બંગાળની હાલત કાશ્મીરથી પણ ખરાબ થઈ ગઈ છે.ભાજપા તરફથી બંગાળની કાનૂની વ્યવસ્થા,રાજ્યમાં થઈ રહેલી હિંસક રાજનીતિને લઈને બે પેજનું વિસ્તાર પૂર્વકની માહિતી સોંપી છે.તેમાં તેમણે ઘણાં મુદ્દાઓ ઉઠાવ્યા છે.
બંગાળની પોલિસ નિષ્પક્ષ તપાસ નથી કરતી
જેપી નડ્ડાના કાફલા પર હુમલો નીંદનીય, બંગાળની પોલિસ નિષ્પક્ષ તપાસ નથી કરતી,પોલિસ ટીએમસી કાર્યકર્તાની રીતે કામ કરી રહી છે.રાજ્યમાં સુરક્ષાની દૃષ્ટિએ અર્ધસૈનિક બળોની નિમણૂંક કરવામાં આવે.રાજ્ય સરકારના કર્મચારી આપસમાં બેસીને ટીએમસીને ખુલ્લું સમર્થન આપી રહ્યા છે.એવામાં બંગાળમાં કેવી રીતે નિષ્પક્ષ ચૂંટણી કરાઈ શકાશે.બંગાળમાં ખૂબજ ઝડપથી આચારસંહિતા લાગુ કરો.
બીજેપીની ફરિયાદ બાદ હવે ચૂંટણી પંચ પણ એક્શનમાં
બીજેપીની ફરિયાદ બાદ હવે ચૂંટણી પંચ પણ એક્શનમાં આવી ગયો છે. 17 ડિસેમ્બરે ચૂંટણીપંચના ડેપ્યુટી કમિશ્નર સુદીપ જૈન પશ્ચિમ બંગાળનો પ્રવાસ કરીને ત્યાંની સ્થિતિ વિશે તાગ મેળવશે.જણાવી દઈએ કે ગત થોડા દિવસો પહેલાં જ બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાના કાફલા પર હુમલો થયો હતો.અને ગાડીઓ ઉપર પત્થરો વરસાવાયા હતા.આ સિવાય કૈલાશ વિજયવર્ગીયની ગાડી ઉપર પણ પત્થરો ફેંક્યા જેમાં તેમને ઈજા પણ થઈ.આ ઘટના પછી બીજેપીએ મમતા સરકાર પર હુમલો તેજ કર્યો છે.બીજેપીનો આરોપ છે કે બંગાળમાં દરરોજ તેમના કોઈના કોઈ કાર્યકર્તાની હત્યા થઈ રહી છે.બીજેપી નેતાઓ પર હુમલો કરવામાં આવી રહ્યો છે. એવામાં મમતા સરકાર કાયદાકીય વ્યવસ્થામાં સંપૂર્ણ રીતે ફેલ ગઈ છે.