નવી દિલ્હી, તા. 29 માર્ચ 2022 મંગળવાર : દિલ્હીના આંબેડકર ઈન્ટરનેશનલ સેન્ટરમાં આજે બીજેપીની સંસદીય દળની બેઠક થઈ.બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી,રક્ષા મંત્રી રાજનાથ સિંહ,ગૃહ મંત્રી અમિત શાહ,બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સહિત ભાજપના તમામ સાંસદ હાજર રહ્યા.આ દરમિયાન પીએમ મોદીએ સાંસદોને ક્ષેત્રમાં જઈને લોકોને સરકારી યોજનાઓ વિશે જાણકારી આપવા માટે કહ્યુ.
સૂત્રો અનુસાર બેઠક દરમિયાન વડાપ્રધાન મોદીએ 1 એપ્રિલ થી 14 એપ્રિલ સુધીના કાર્યક્રમની યાદી સાંસદોને આપી.પીએમ મોદીએ કહ્યુ 6 એપ્રિલે પાર્ટીનો સ્થાપના દિવસ છે. 14 એપ્રિલે આંબેડકર જયંતી. એવામાં સાંસદ પોતાના વિસ્તારમાં જાય અને લોકોને સરકારી યોજનાઓ વિશે જણાવે.
આપણે ગરીબો માટે કામ કરીએ છીએ- પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યુ કે આપણે ગરીબો માટે કરીએ છીએ,સરકારી કલ્યાણની જે યોજનાઓ છે તેને લોકો સુધી પહોંચાડવી જોઈએ.પીએમ મોદીએ સાંસદોને જણાવ્યુ કે અમે તમામ પૂર્વ મુખ્યમંત્રીઓના મ્યુઝિયમ બનાવી રહ્યા છીએ.અમે આ પ્રકારની રાજનીતિ કરતા નથી.પીએમ મોદીએ કહ્યુ,અમે તમામ પૂર્વ વડાપ્રધાનીઓના યોગદાનનુ સન્માન કરીએ છીએ.આ દરમિયાન પીએમે રાશન વિતરણ યોજનાનો પણ ઉલ્લેખ કર્યો.જેને કેન્દ્રએ અમુક સમય માટે લંબાવી છે.