– PM મોદીએ દેશવાસીઓને રાષ્ટ્રધ્વજ ફરકાવવા કરી છે અપીલ
– આમિર ખાને લીધો હર ધર તિરંગા અભિયાનમાં ભાગ
– પોતાના ઘર પર ફરકાવ્યો રાષ્ટ્રધ્વજ
બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન હાલમાં પોતાની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ને લઈને ખૂબ જ ચર્ચામાં છે.તેમની ફિલ્મ 11 ઓગસ્ટે જ થિયેટરોમાં રિલીઝ થઈ હતી.દરમિયાન અભિનેતા હવે કોઈ અન્ય કારણોસર ચર્ચામાં આવી ગયો છે.આમિર ખાન PM મોદીના ‘હર ઘર તિરંગા’ અભિયાનને સમર્થન આપી રહ્યો છે.
આમિરે પોતાના ઘરે ફરકાવ્યો રાષ્ટ્રધ્વજ
હકીકતે આમિર ખાનની એક તસવીર સોશિયલ મીડિયા પર સામે આવી છે.જેમાં આમિર ખાન તેની પુત્રી ઇરા ખાન સાથે તેની બાલ્કનીમાં ઉભો જોવા મળે છે.ખાસ વાત એ છે કે આ તસવીરમાં તેમની બાલ્કનીની રેલિંગ સાથે ભારતીય ત્રિરંગો બાંધેલો જોવા મળી રહ્યો છે.આ તસવીર વાયરલ થતાં જ કહેવામાં આવ્યું કે આમિર ખાન હર ઘર પર ત્રિરંગા અભિયાનને સમર્થન આપી રહ્યો છે.આ તસવીર સામે આવતા લોકો આમિરના વખાણ કરી રહ્યા છે.
અક્ષય કુમારે પણ અભિયાનને કર્યો સપોર્ટ
તમને જણાવી દઈએ કે આ પહેલા ઘણા બોલિવૂડ સ્ટાર્સ પણ આ કેમ્પેનને સપોર્ટ કરતા જોવા મળ્યા છે.હાલમાં જ અક્ષય કુમારે પોતાના ટ્વિટર પ્રોફાઈલ પર તિરંગાની તસવીર મુકતા લખ્યું હતું કે, ‘આઝાદીના 75 વર્ષના અમૃત મહોત્સવની ઉજવણી કરવાનો સમય આવી ગયો છે.ગર્વથી #હરઘર તિરંગા લહેરાવવાનો સમય આવી ગયો છે.
મહેશ બાબુએ પણ કર્યું હતું ટ્વીટ
તેલુગુ સુપરસ્ટાર મહેશ બાબુએ પોતાના ટ્વિટર હેન્ડલ પર લખ્યું, ‘અમારો ત્રિરંગો… અમારું ગૌરવ.ચાલો આપણે સંકલ્પ લઈએ કે ત્રિરંગાને હંમેશા ઊંચો રાખીશું 13થી 15 ઓગસ્ટ હર ઘર તિરંગા.
આર માધવન અને સુષ્મિતાએ પણ કર્યુ સમર્થન
આ સિવાય આર માધવન અને સુષ્મિતા સેન જેવા સ્ટાર્સ પણ આઝાદીના 75 વર્ષના અમૃત મહોત્સવની ઉજવણી માટે દરેક ઘરમાં ત્રિરંગો ફરકાવવાના સમર્થનમાં જોવા મળ્યા હતા.

