– 21મી માર્ચનો સોમવારનો દિવસ એવિયેશન સેક્ટર માટે ગોઝારો સાબિત થઈ રહ્યો છે.ભારતના એક વિમાનના કરાચીમાં ઈમરજન્સી લેન્ડિંગ બાદ હવે ચીનમાં એક પ્લેન ક્રેશ થયાના સમાચાર મળી રહ્યાં છે.
ચીનની મીડિયાના અહેવાલ અનુસાર બોઈંગ 737 વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું છે.આ વિમાનમાં 133 મુસાફરો હતા અને અગમ્ય કારણોસર વિમાન ક્રેશ થયું છે.
ચાઇના ઇસ્ટર્ન એરલાઇન્સની ફ્લાઈટ MU5735 Kunmingથી Guanghzou જઈ રહ્યું હતુ.આ પ્લેન ટેંગ કાઉન્ટી,વુઝોઉ,ગુઆંગસી(Teng County, Wuzhou, Guangxi)માં ક્રેશ થયું અને જ્યાં ક્રેશ થયું ત્યાં પર્વતમાળામાં આગ પણ લાગી ગઇ હતી.
બોઇંગ 737 પ્લેન વુઝોઉ શહેર,ગુઆંગસી પ્રદેશ નજીકના ગ્રામીણ વિસ્તારોમાં ક્રેશ થયું હતું અને આસપાસના પર્વતમાં આગ લાગી હતી તેમ સીસીટીવીએ જણાવ્યું હતું.બચાવ ટીમોને ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે.જોકે પ્રારંભિક ધોરણે આ ઘટનામાં કેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે અને કેટલા લોકોના મોત થયા છે તે અંગે કોઈ જાણકારી મળી નથી.


