By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: BREAKING : નરોડા હત્યાકાંડમાં સેશન્સ કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યાં
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > BREAKING : નરોડા હત્યાકાંડમાં સેશન્સ કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યાં
AhmedabadGeneral

BREAKING : નરોડા હત્યાકાંડમાં સેશન્સ કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યાં

HM News
Last updated: 20/04/2023 12:23 PM
HM News
2 years ago
Share
Pic : Twitter
SHARE

ગોધરામાં સાબરમતી એક્સપ્રેસનો S6 ડબ્બો સળગાવી દીધા બાદ રાજ્યમાં ફાટી નીકળેલી હિંસામાં નોંધાયેલા વિવિધ કેસમાં નરોડા ગામ કેસમાં ચુકાદો આવ્યો છે. 2002 રમખાણ સંબંધિત 9 પૈકીનો 1 કેસ નરોડા ગામ હત્યા કેસનો આજે ચુકાદો આવ્યો છે.કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે.આ કેસમાં ગુજરાતના પૂર્વ મંત્રી માયા કોડનાની તેમજ બજરંગ દળના આગેવાનો બાબુ બજરંગી અને જયદીપ પટેલ તેમજ અન્ય તમામને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે.

2002ના નરોડા ગામ હત્યા કેસમાં ચુકાદો

2002ના નરોડા ગામ હત્યા કેસમાં સ્પેશ્યલ કોર્ટ આજે ચુકાદો સંભળાવ્યો છે.બન્ને પક્ષોની દલીલો પૂર્ણ થયા બાદ આજે આ કેસમાં ચુકાદો આવ્યો છે. 21 વર્ષ બાદ નરોડા પાટીયા કેસનો ચુકાદો આવ્યો છે જેમાં અમદાવાદની સ્પેશિયલ કોર્ટે માયાબેન કોડનાની સહીત તમામ લોકોને નિર્દોષ ઠેરવ્યા છે.

21 વર્ષ બાદ કેસનો ચૂકાદો

આ કેસમાં તત્કાલિન મંત્રી માયાબેન કોડનાની, બજરંગ દળના કાર્યકર્તા બાબુ બજરંગી સહિતના 86 લોકો સામે ગુનો નોંધાયો હતો,જેમાં 18ના તો ચુકાદો આવે તે પહેલા જ મોત થઈ ચુક્યા છે. 21 વર્ષ બાદ આ કેસનો ચૂકાદો આવ્યો છે.આ કેસમાં કુલ 187 સાક્ષીની તપાસ કરાઈ જેમાંથી 5 મેડિકલ વિટનેસ છે.આ કેસ પર બન્ને પક્ષ તરફથી દલિલો 5 એપ્રિલના રોજ પૂર્ણ થઈ હતી.ફરિયાદ પક્ષ તથા બચાવ પક્ષની દલિલો પૂર્ણ થતા આજે સ્પેશ્યલ કોર્ટે ચુકાદો સંભળાવ્યો છે.

11 લોકોને જીવતા સળગાવી દેવાયા હતા

નરોડા ગામમાં હિંસા ફાટી નીકળતા 11 લોકોને જીવતા સળગાવી દેવાયા હતા.આ મામલે વર્ષ 2008માં સુપ્રીમ કોર્ટ દ્વારા તપાસ માટે SITની રચનાનો આદેશ આપવામાં આવ્યો હતો.અને તપાસ બાદ 86 આરોપીઓ સામે ચાર્જફ્રેમ કરાયા હતા.આ કેસમાં 5 એપ્રિલના રોજ બન્ને પક્ષ તરફથી દલિલો પૂર્ણ થયા બાદ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો. આજે કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે.

આ કલમો હેઠળ ગુનો નોંધાયો હતો

આ કેસમાં આરોપીઓ પર IPC ની કલમ 302 (હત્યા), 307 (હત્યાનો પ્રયાસ), 143 (ગેરકાયદેસર સભા), 147 (હુલ્લડો), 148 (ઘાતક હથિયારોથી સજ્જ રમખાણો), 120 (બી) (ગુનાહિત કાવતરું) , અને 153 (હુલ્લડો માટે ઉશ્કેરણી) જેવી કલમો હેઠળ ગુનો દાખલ કરવામા આવ્યો હતો.

અમિત શાહે માયાકોડનાની તરફેણમાં આપી હતી જુબાની

નરોડા ગામ કેસમાં આરોપી માયાબેન તરફે અમિત શાહને સાક્ષી તરીકે જુબાની આપવા માટે બોલાવવા જુલાઇ માસમાં અરજી કરી હતી.અમિત શાહે માયાકોડનાની તરફેણમાં નિવેદન આપ્યું હતું.અને તેઓએ જણાવ્યું હતુ કે 28 ફેબ્રુઆરી 2002ના રોજ નરોડા ગામમા તોફાન થયા ત્યારે તેઓ વિધાનસભાના સત્રમાં હાજર હતા અને અમે બંન્ને પોત પોતાની કારમાં સોલા સિવિલ ખાતે ગયા હતા.આમ માયા કોડનાનીએ દાવો કર્યો હતો કે નરોડા પાટીયા કાંડની ઘટના વખતે તેઓ હાજર ન હતા,તેઓ સોલા સિવિલ હોસ્પિટલમાં હતા.ત્યારે અમિત શાહે પણ માયા કાડનાની સોલા સિવિલમાં હાજર હોવાનો દાવો કર્યો હતો

પાંચ વર્ષમાં ભાજપે ચૂંટણી પાછળ 3400 કરોડ, કોંગ્રેસે 1400 કરોડ ખર્ચયા
કોંગ્રેસનો ગઢ ગણાતા ડાંગ જિલ્લામાં હજારો કોંગી કાર્યકરોએ કેસરીયો ધારણ કર્યો
HM EXCLUSIVE : સુરત જિ.ભાજપ સંગઠનના નવા પ્રમુખપદે બિરાજવા ભાજપમાં લોબિંગ પૂરજોશમાં
IPLમાં પ્રથમ હરાજી શેન વોર્નની થઈ હતી, પ્રથમ ખિતાબ પણ જીત્યો હતો, જાણો શું કહ્યું પ્રથમ ટીમ રાજસ્થાન રોયલ્સે
મંજુસર GIDCમાં સ્ક્રેપના ધંધાની અદાવતમાં બે વેપારીનો હુમલો
Share This Article
Facebook Email Print
Previous Article બ્રિટનની સ્કૂલોમાં હિન્દુ વિદ્યાર્થીઓ પર ધર્માંતરણ માટે દબાણ
Next Article ધનોતપનોત : સુરત આપ પાર્ટીના વધુ બે કોર્પોરેટર ભાજપમાં જોડાયા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up