BREAKING : વડોદરામાં 6 PI ની આંતરિક બદલી, જાણો કોને ક્યાં ફરજ પર મુકાયા

HM News
1 Min Read

વડોદરામાં પોલીસ વિભાગમાં આંતરિક બદલીનો દોર ચાલુ છે. તાજેતરમાં 6 પોલીસ ઇન્સ્પેક્ટરની આંતરિક બદલી કરી દેવામાં આવી છે.બદલીમાં ગોત્રીના પીઆઇ વી.આર. વાણીયાને મકરપુરા પોલીસ મથકમાં મુકવામાં આવ્યા છે.તાજેતરમાં એક કેસમાં મકરપુરા પીઆઇ વિવાદમાં આવતા તેઓ સહિત અનેકને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.અને તેમની જગ્યાએ અન્યને ચાર્જ સોંપવામાં આવ્યો હતો.

6 પીઆઇની બદલીમાં પાંચ પીઆઇને એક પોલીસ મથકમાંથી અન્ય પોલીસ મથકમાં મુકવામાં આવ્યા છે.જ્યારે એમ.કે. ગુર્જરને લિવ રીઝવ પોલીસ કંટ્રોલ રૂમમાંથી ગોત્રી પોલીસ મથકમાં મુકવામાં આવ્યા છે.તો માંજલપૂર પોલીસ મથકના પીઆઇને ગતરાત્રે થયેલી માથાકુટ નડી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

ચૂંટણી નજીક આવતા ઉચ્ચ પોલીસ અધિકારીઓની બદલીના ઓર્ડર પણ ટુંક સમયમાં થઇ શકે છે તેવું સુત્રોએ ઉમેર્યું છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *