ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો કોરોના રિપોર્ટ નેગેટીવ આવ્યો છે.તેમનો RT-PCR ટેસ્ટ નેગેટિવ આવ્યો છે.જણાવીએ કે, વડોદરાના નિઝામપુરામાં સભામાં ભાષણ દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીની તબિયત અચાનક લથડી હતી. તેમની તબિયત લથડતા તેમને યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનો RT-PCR ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.હેલ્થ બુલેટિન અનુસાર તેમને કોરોનાના સામાન્ય લક્ષણો જોવા મળ્યા છે.
રાજ્યમાં 6 મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતદાન થઇ રહ્યુ છે.ત્યારે એવું કહેવામાં અવી રહ્યું છે કે,આજે મુખ્યમંત્રી રૂપાણી તેમના ધર્મપત્ની સાથે મતદાન પ્રક્રિયામાં જોડાશે આ માટે તેઓ ખાસ રાજકોટ આવશે,રાજકોટ પોલીસ દ્વારા તેના માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે,સિક્યુરીટી સ્ટાફ અને ત્યારે પોલીસ તંત્રએ આ અંગે પુરતી વ્યવસ્થા કરી રાખી હોવાનું ડીસીપી મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું છે.
મહત્વનું છે કે,થોડા દિવસો પહેલા વડોદરા ખાતે ચૂંટણી સભા સંબોધી રહેલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને ચકકર આવતા સ્ટેજ પર જ ઢળી પડયા હતા.ત્યાંથી તેમને પ્રાથમીક સારવાર આપી હવાઈ માર્ગે તુરંત અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પીટલમાં ખસેડાયા હતા.જયાં તેમના તમામ રીપોર્ટ નોર્મલ આવ્યા હતા,સવારે તેમને એન્ટીજન્ટ કોરોના ટેસ્ટ પણ નેગેટીવ આવ્યો હતો.જો કે,બપોર સુધીમાં તેમનો આરટીપીસીઆર ટેસ્ટ પોઝીટીવ આવતા સૌ ચિંતામાં મુકાયા હતા અને રાજયભરમાંથી મુખ્યમંત્રીના સ્વાસ્થ્ય અંગે પ્રાર્થનાઓ થવા લાગી હતી.લોકો સીએમ જલ્દી સાજા થાય તેવી શુભકામના આપી રહ્યા હતા.બાદમાં મુખ્યમંત્રીની તબીયત સારી હોવાના અહેવાલો મળ્યા હતા પરંતુ કોરોનાગ્રસ્ત હોવાથી હોસ્પીટલમાં જ તબીબોની દેખરેખ હેઠળ રખાયા હતા.


