સુરત : 20 વર્ષ પૂર્વે સિમી સંમેલનને લઈ 127 આરોપીઓને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે.કોર્ટે ચુકાદામાં નોંધ્યું કે સરકારે લગાવેલી અનલોફુલ એક્ટિવિટીની કોઈ કલમો લાગુ પડતી નથી. 2001માં નવસારીના રાજશ્રી હોલમાં અલગ-અલગ 10 રાજ્યના લોકોની ધરપકડ થઈ હતી.જે બાદ કેટલાકને એક વર્ષ સુધી જેલમાં રખાયા હતા.આ કેસમાં લાંબી મુદતો બાદ કોર્ટે ચુકાદો જાહેર કરતા નિર્દોષ છુટેલા આરોપી અને સગાઓએ ખુશી વ્યક્ત કરી.આ સાથે જ ખોટા કેસ કરનારા તંત્રના અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની પણ માગણી કરી.