By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: Budget 2021 LIVE : દેશમાં રોડ અને મેટ્રો નેટવર્ક માટે 11 હજાર કરોડની જાહેરાત
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > Budget 2021 LIVE : દેશમાં રોડ અને મેટ્રો નેટવર્ક માટે 11 હજાર કરોડની જાહેરાત
GeneralNational

Budget 2021 LIVE : દેશમાં રોડ અને મેટ્રો નેટવર્ક માટે 11 હજાર કરોડની જાહેરાત

HM News
Last updated: 01/02/2021 7:14 AM
HM News
4 years ago
Share
SHARE

11.50 AM

પબ્લિક બસો માટે 18,000 કરોડની ફાળવણી કરવામાં આવશે.પ્રાઇવેટ સેક્ટરથી 30 હજાર બસો લઈને સંચાલન કરવામાં આવશે.નાણા મંત્રીએ કહ્યું કે,શહેરી સ્વચ્છ ભારત મિશન 2.0ને 2021-2026થી પાંચ વર્ષની અવધિમાં 1,41,678 કરોડ રૂપિયાની કુલ નાણાકીય ફાળવણી કરવામાં આવશે

11.40 AM

માર્ચ, 2022 સુધીમાં 8,500 km હાઈવે ઓર્ડર આપીશું.ઉજ્જવલા યોજના વધુ 1 કરોડ લોકો માટે. 2023 સુધીમાં બ્રોડ ગેજનું પુરેપુરું વિજળીકરણ કરાશે.દેશમાં રોડ અને મેટ્રો નેટવર્ક માટે 11 હજાર કરોડની જોગવાઈ કરવામાં આવી છે

11.30 AM

નિર્મલા સીતારમણએ કહ્યું, નેશનલ મોનેટાઈઝેશન સ્કીમ લોન્ચ કરવાની વાત કરી.આ ઉપરાંત પશ્ચિમ બંગાળમાં નેશનલ હાઇવે પ્રોજેક્ટ માટે 25 હજાર કરોડની ફાળવણી. 1,100 કિલોમિટરનો રાજમાર્ગ કેરળમાં બનાવાશે. રેલવેએ પણ રાષ્ટ્રિય રેલ યોજના બનાવી છે. રેલ્વેને ખર્ચ માટે 1.1 કરોડ રૂપિયાન ફાળવણી.

11.25 AM

બજેટમાં વોલેન્ટરી વેહિકલ સ્ક્રેપેજ પોલિસીની જાહેરાત.નાણાંમંત્રીએ જણાવ્યું કે જળ જીવન મિશન માટે `2.87 લાખ કરોડ મિશન પોષણ 2.0′ લોન્ચ કરીશું. જળ જીવન મિશન હેઠળ 2.86 કરોડ ઘર આવરી લેવાશે. હેલ્થ સેક્ટર માટે લૉન્ચ થશે આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજના. 64,180 કરોડ રૂપિયાના બજેટ સાથે વડાપ્રધાન આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજના શરૂ થશે.

11.20 AM

બજેટના પહેલા ભાગમાં AatmanirbharBharatનું વિઝન રહેલું છે તેવું નાણાંમંત્રીનું વિધાન

11.15 AM

Covid-19 વેક્સિન માટે આ વર્ષે બજેટમાં 35000 કરોડની ફાળવણી.

11.10 AM

આત્મનિર્ભર પેકેજથી સુધારાને વેગ મળ્યો. બીજી બે કોવિડ વેક્સીન ટૂંક સમયમાં આવશે.

11.05

બજેટ 2021 રજૂ કરતા નિર્મલા સીતારમણ : પોલિટિકલ ઈકોનોમિક સ્ટ્રક્ચરમાં ફેરફાર થયો.નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં બજેટ વાંચવાની શરૂઆત કરી દીધી છે. કોરોના આવ્યા પછી આ પહેલીવાર સામાન્ય બજેટ પસાર થઈ રહ્યું છે. કોરોનાને ધ્યાનમાં રાખીને ભારતના ઈતિહાસમાં પહેલીવાર આ વર્ષે પેપરલેસ બજેટ રજૂ કરવામાં આવ્યું છે.

10.45 AM

બજેટ પહેલાં શૅર માર્કેટમાં તેજીનો માહોલ વર્તાઇ રહ્યો છે.

10.15 AM

નાણામંત્રી નિર્મલા સીતારમણ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને બજેટની સોફ્ટ કોપી સોંપ્યા પછી સંસદ ભવન પહોંચી ચૂક્યાં છે. અહીં કેબિનેટની બેઠક યોજાશે, જેમાં બજેટને મંજૂરી અપાશે. ત્યારપછી 11 વાગ્યે નાણામંત્રી બજેટ રજુ કરશે.

Delhi: Finance Minister Nirmala Sitharaman and MoS Finance & Corporate Affairs Anurag Thakur arrive at the Parliament. #Budget2021 pic.twitter.com/40RhaoNMUm

10.05 AM

નાણાં મંત્રીએ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી અને તેમને બજેટની સોફ્ટ કૉપી સોંપી

11 વાગ્યે સંસદમાં બજેટ રજૂ કરતા પહેલા તે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળશે. આ તેમનું ત્રીજું બજેટ હશે. આ બજેટથી સામાન્ય લોકો અને વેપારી જગત બન્નેને ઘણી આશા છે. ગત વર્ષે 18 ડિસેમ્બરે તેમણે કહ્યું હતું કે આ વખતનું બજેટ છેલ્લાં 100 વર્ષમાં ન આવ્યું હોય એવું હશે. 29 ફેબ્રુઆરીએ સંસદમાં રજૂ થયેલા ઈકોનોમિક સર્વેમાં આના માટે ઘણા સંકેત આપવામાં આવ્યા છે. લોકોને આ બજેટ પાસેથી ઘણી અપેક્ષાઓ છે.

આ વર્ષે બજેટ મેઇડ ઇન ઇન્ડિયા ટૅબમાં રજુ થશે.આ વર્ષે જુના બહી ખાતાને બદલે નાણા મંત્રી ટેબના માધ્યમથી સંસદમાં યૂનિયન બજેટ રજૂ કરવાનાં છે.

બજેટ રજુ થતા પહેલા નાણા રાજ્ય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે,બજેટ લોકોની આશાના અનુરૂપ જ રહેશે. સરકાર ‘સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ’ના મંત્ર પર જ કામ કરી રહી છે. બજેટથી આત્મનિર્ભર ભારત પેકેજને નવી દિશા મળશે. સાથે જ આપણે કોરોના મહામારીને અટકાવવા અને અર્થવ્યવસ્થાને પાટા પર લાવવામાં સફળ થશું.

લોકડાઉનના નિયમોના ભંગ બદલ મુંબઇ પોલીસે ૯ કરોડ રૂપિયાનો દંડ વસૂલ્યો
બંગાળમાં મોદીની જાહેરસભાઓ બાદ ચિત્ર બદલાયું, મમતાની વિદાય લગભગ પાક્કી
સતત 4 વખત કોરોના પોઝિટીવ આવ્યા બાદ કનિકા કપૂર આવી મેદાને, દુનિયાને કહ્યું કે…
સિંધૂ બીજી વખત સૈયદ મોદી ઈન્ટરનેશનલમાં ચેમ્પિયન
મોરબીની જાહેરસભામાં હાર્દિક પટેલે ભગવાન રામ બાબતે બોલ્યા તે નિંદનીય છે : કડક પગલા ભરો
Share This Article
Facebook Email Print
Previous Article Budget 2021 : વીમા એક્ટમાં સંસોધનનો પ્રસ્તાવ, વીમા ક્ષેત્રમાં 74% FDIને મંજુરી, LICનો IPO લવાશે
Next Article LIVE બજેટ સ્પીચ : આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજનાની જાહેરાત, રૂ. 64 હજાર કરોડ ફાળવાયા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up