ભાવનગર : ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના કહેવાતા નિવેદન સામે ઉગ્ર વિરોધ દર્શાવીને ભાવનગર શહેર કોંગ્રેસ માલધારી સેલ દ્વારા કલેકટરને આવેદન પત્ર અપાયું છે.આવેદનપત્ર આપતી વખતે રબારી સમાજના આગેવાનોએ હાય રે પાટીલ,હાય હાયના નારા લગાવ્યા હતા.
માધાલરી સમાજનો આક્ષેપ છે કે, ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે કહ્યું હતું કે, 8 દિવસની અંદર શહેરમાં ગાયો ના દેખાવી જોઈએ.સીઆર પાટિલના નિવેદનના કારણે માલધારી સમાજ નારાજ હોવાનો દાવો કરીને માલધારી સમાજે આવેદન આપ્યું છે અને આવા નિવેદન સામે સીઆર પાટીલ માફી માંગે એવી માગણી કરી છે.સી.આર. પાટીલ પોતાના શબ્દો પાછા ખેંચે એવી માંગ સાથે માલધારી સમજે કલેકટરને આવેદન પાઠવ્યું છે.આ ઉપરાંત ગૌચરના દબાણો દૂર કરવા અને ગાયો માટે અલગ જમીન ફાળવવા માલધારી સમાજે માંગ કરી છે.
નોંધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ ઉજવણી નીમીતે ઓઢવ વોર્ડમાં ગાયત્રી ગાર્ડન ખાતે 10 હજાર વૃક્ષોના વૃક્ષારોપણનો કાર્યક્રમ અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરશન દ્વારા રાખવામા આવ્યો હતો.જેમા ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ ઉપસ્થિત રહ્યાં હતા.અહીં તેમણે જાણાવ્યું કે, તમામ મંદિરમાથી ભિક્ષુક હટાવવા માટે મુખ્યમંત્રીને રજુઆત કરી છે.તમામ જગ્યાએ ભિક્ષુકને હટાવાનો અમારો નિર્ણય છે.સાથે અમદાવાદમા રખડતા ઢોરનો ત્રાસ છે એ પણ હટાવવા અમે કટીબધ્ધ છે.


