ગુજરાતમાં પેટાચૂંટણી ટાણે જ પક્ષપલટાની મૌસમ આવી ગઈ છે.ભાજપ પ્રદેશ પ્રમુખ C R Patilની સૂચનાને ભાજપના જ નેતા અવગણી રહ્યા છે.
– કોંગ્રેસમાંથી આયાત બંધ કરવા સી.આર.પાટીલની હાકલ
– સી.આર.પાટીલની હાલકને ઘોળીને પી ગયા ભાજપના નેતાઓ
– ચૂંટણી આવતા જ કોંગ્રેસમાંથી આયાત શરૂ કરી
પેટા ચૂંટણી આવતા જ ફરી પક્ષપલટાનો સિલસિલો શરૂ થઇ ગયો છે.આજે મોરબીમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા કિશોર ચીખલીયાએ કોંગ્રેસનો હાથ છોડીને કમળને થાંભતાં કેસરિયો ધારણ કર્યો છે.આ સાથે મોરબી પાલિકાના 5 સભ્યો પણ ભાજપમાં જોડાયા છે.જો કે આ ચૂંટણી પહેલા સી.આર.પાટીલે એવી હાકલ કરી હતી કે. કોંગ્રેસમાંથી આયાત બંધ કરવી પરંતુ ભાજપ સી.આર.પાટીલનો આદેશ જાણે ઘોળીને પી ગયા હોય તેવું જણાવી રહ્યું છે.ત્યારે સવાલ થાય કે આ્ર આદેશ માત્ર એક ઓપચારિકતા પુરતો જ હતો.ચૂંટણી આવે ત્યારે બધું ચાલે તેવી નિતી ભાજપ અપનાવી રહ્યું છે કે પછી આ પક્ષપલટાની પ્રક્રિયાથી સીઆર પાટિલ અજાણ છે.