અમદાવાદ : આઈસીએઆઈ દ્વારા આજે સીએ ફાઈનલની મે-સેશનની પરીક્ષાનું પરિણામ જાહેર કરી દેવાયુ છે.જે સમગ્ર દેશનું ૧૨.૫૯ ટકા રહ્યુ છે.ગત ડિસેમ્બરમાં જુના કોર્સમાં પરીક્ષા આપવાની તક પુરી થતા મેમાં માત્ર નવા જ કોર્સની પરીક્ષા લેવાઈ હોવાથી ઈન્સ્ટિટયુટ દ્વારા આ વખતે માત્ર નવા જ કોર્સનું પરિણામ જાહેર થયુ છે.અમદાવાદના પાંચ વિદ્યાર્થીએ દેશના ટોપ ૫૦ રેન્કમાં સ્થાન મેળવ્યુ છે.
ઈન્સ્ટિયટુ ઓફ ચાર્ટડ એકાઉન્ટન્સ ઓફ ઈન્ડિયા દ્વારા દર વર્ષે મે-જુન અને નવેમ્બર-ડિસેમ્બરમાં સીએના ફાઉન્ડેશન કોર્સ,ઈન્ટરમીડિએટ અને ફાઈનલની પરીક્ષા લેવાઈ છે.આજે જાહેર કરાયેલા સીએ ફાઈનલના પરિણામમાં સમગ્ર દેશમાં ગુ્રપ-૧માં ૬૬૫૭૫ વિદ્યાર્થીમાંથી ૧૪૬૪૩ વિદ્યાર્થી પાસ થતા ૨૧.૯૯ ટકા અને ગુ્રપ-૨માં ૬૩૨૫૩ વિદ્યાર્થીમાંથી ૧૩૮૭૭ વિદ્યાર્થી પાસ થતા ૨૧.૯૪ ટકા પરિા રહ્યુ છે.બોથ ગુ્રપમાં ૨૯૩૪૮ વિદ્યાર્થીમાંથઈ ૩૬૯૫ વિદ્યાર્થી પાસ થતા ૧૨.૫૯ ટકા પરિણામ રહ્યુ છે.ગત ડિસેમ્બરની પરીક્ષામાં ૧૩.૯૬ ટકા પરિણામ રહ્યુ હતું.
અમદાવાદ ચેપ્ટરમાં ગુ્રપ-૧માં ૯૩૧માંથી ૧૮૪ વિદ્યાર્થી પાસ થતા ૧૯.૭૬ ટકા,ગુ્રપ-૨માં ૯૭૮ વિદ્યાર્થીમાંથી ૨૧૨ પાસ થતા ૨૧.૬૮ ટકા પરિણામ રહ્યુ છે.જ્યારે બોથ ગુ્રપમાં ૮૦૮ વિદ્યાર્થીમાંથી ૧૩૨ પાસ થતા ૧૬.૩૪ ટકા પરિણામ રહ્યુ છે.ગત ડિસેમ્બરની પરીક્ષામાં અમદાવાદ ચેપ્ટરનું ૧૫.૭૨ ટકા પરિણામ રહ્યુ છે.આમ સમગ્ર દેશનું પરિણામ જ્યાં થોડુ ઘટયુ છે ત્યારે અમદાવાદ ચેપ્ટરનું પરિણામ વધ્યુ છે.અમદાવાદ ચેપ્ટરમાંથી આ વખતની સીએ ફાઈનલ પરીક્ષામાં પાંચ વિદ્યાર્થી દેશના ટોપ ૫૦ રેન્કમાં આવ્યા છે.
સીએ ઈન્સ્ટિટયુટના વાઈસ પ્રેસિડેન્ટ અનિકેત તલાટી અમદાવાદ ચેપ્ટર ચેરમેન બિશન શાહે જણાવ્યું કે સીએ રીઝલ્ટના ઈતિહાસમાં પ્રથમવાર પરીક્ષા પુરી થયાના માત્ર ૪૫ દિવસમાં જ રિઝલ્ટ જાહેર કરાયુ છે.અગાઉ ૬૦ દિવસમાં રિઝલ્ટ અપાતુ હતુ પરંતુ આ સમયગાળો ઘટાડવામા આવ્યો છે.ઉપરાંત આ વખતની પરીક્ષા માત્ર નવા જ કોર્સમાં લેવાઈ હતી.ગત ડિસેમ્બરમાં છેલ્લી પરીક્ષા જુના કોર્સમાં અને નવા કોર્સમાં લેવાઈ હતી.કોરોનાના બે વર્ષ બાદ હવે આગામી પરીક્ષાઓ અગાઉની જેમ નવેમ્બરમાં જ સમયસર લેવાશે.