કેન્દ્ર સરકારે નાગરિકતા સંશોધન કાયદો (CAA)ને પડકાર આપતી અરજીઓ પર આજે સુપ્રીમ કોર્ટમાં પોતાનો જવાબ દાખલ કર્યો હતો. કેન્દ્રએ 129 પાનાના પોતાના જવાબમાં કહ્યું છે કે, આ કાયદો કોઈના પણ મૌલિક અધિકારોનિં ઉલ્લંઘન નથી કરતો અને તેનાથી બંધારણીય નૈતિકતાનું ઉલ્લંઘન થવાનો કોઈ સવાલ જ નથી.
કેન્દ્રએ વડી અદાલતને કહ્યું છે કે, CAA કેન્દ્રને મનમાની તાકાત નથી આપતો પણ આ કાયદાને અંતર્ગત નિર્દેશિત રીતે નાગરિકતા આપવામાં આવશે. નાગરિકતા કાયદો એટલે કે CAA પર કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં સોગંધનામું દાખલ કરીને કાયદાને યોગ્ય ગણાવ્યો છે. સોગંધનામામાં કેન્દ્ર સરકારે કહ્યું હતું કે, દેશની સંસદે આ કાયદો બનાવ્યો છે. નાગરિકતા આપવાનો અધિકાર સરકારનો છે તેમાં કોર્ટનો હસ્તક્ષેપ ખુબ જ મર્યાદિત છે.
સુપ્રીમ કોર્ટમાં સીએએને માન્યતા આપવાની સત્તા વિરૂદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીઓને લઈને આજે પોતાનો જવાબ આપ્યો હતો. જેમાં કેન્દ્ર સરકારે સ્પષ્ટ જણાવ્યું છે કે, આ કાયદો ભારતની ધર્મનિરપેક્ષતાનું પ્રતિક છે. સરકારે કેટલાક ધર્મના લોકોને ભારતની નાગરિકતા આપવાનો નિર્ણય કર્યો છે, જે એવા દેશમાં રહે છે જે કોઈને કોઈ ધર્મના આધારે ચાલે છે. 129 પાનાના પોતાના જવાબમાં કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે, CAA કાયદો ધર્મના આધારે નાગરિકતા નથી આપતો પણ ધાર્મિક ઉત્પીડનના આધારે આપે છે. આ કાયદો ધર્મનિરપેક્ષ દેશોમાં રહેતા લોકોને સુરક્ષા આપે છે. આ કાયદો ભારતના કોઈ પણ નાગરિકનો અધિકાર છીનવતો નથી.
અદાલતો પાસે અપેક્ષિત વિશેષજ્ઞના ના હોઈ શકે
129 પાનના જવાબમાં કેન્દ્દ્રએ કહ્યું છે કે, CAA ઉપરાંત પણ ભારતની નાગરિકતા આપવાના વિકલ્પ ખુલ્લા છે. આ કાયદો એવા દેશના લોકોને નાગરિકતા આપે છે જ્યાં અલ્પસંખ્યકોને ઐતિહાસિક રીતે પ્રતાડિત કરવામાં આવે છે.
સરકારના સોગંધનામા બાદ સુપ્રીમ કોર્ટ આ મામલે સુનાવણી હાથ ધરશે. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા એસ એ બોબડેએ કહ્યું હતું કે, હાલ બંધારણીય પીઠ સબરીમાલા કેસની સુનાવણી કરી રહી છે. આ સુનાવણી પુરી થયા બાદ CAA પર સુનાવણી હાથ ધરવામાં આવશે.