કર્ફયુ : ઇન્ટરનેટ પર પ્રતિબંધ
શિલોંગ તા. ૨ : મેઘાલયમાં સીએએના વિરોધમાં ભડકેલી હિંસામાં અંદાજે ત્રણના મોત થયા છે. બાંગ્લાદેશ સરહદની પાસે પૂર્વી ખાસી હિલ્સ જિલ્લામાં ભડકેલી હિંસા બાદ પ્રશાસને કર્ફયુ લગાવી દીધો છે. તેની સાથે જ રાજ્યના મોટાભાગમાં મોબાઇલ ઇન્ટરનેટ પણ બંધ કરી દીધા છે. દુર્ઘટનામાં આસામના બરપેટા જિલ્લાના રહેનારા ૨૯ વર્ષના અકિલા રૂપચંદ દિવાનનું પણ મોથ થયું હતું. રૂપચંદની પત્નીએ ૧૫ દિવસ પહેલા જ એક નવજાત બાળકીને દત્તક લીધી હતી. દીવાન શિલોન્ગે બડા બજાર વિસ્તારમાં ટમેટાનું કામ કરતા હતા. આ હિંસા કથિત રૂપે પૂર્વી પાસી હિલ્સ જિલ્લામાં ગૈર આદિવાસી ભીડ દ્વારા વ્યકિતના મોત બાદ હિંસા ભડકી હતી. તેના મોતથી ખાસી હિલ્સમાં મારવામાં આવેલા વ્યકિતને કેવી રીતે ન્યાય મળી શકે છે.