જેપી નડ્ડાએ કહ્યું- વડાપ્રધાન મોદીએ રાજ્યોને અબજોની સહાયતા પ્રદાન કરી છે
એજન્સી, નવી દિલ્હી
નાગરિકતા સુધારણા કાયદા (સીએએ)ને લઈને શિમલામાં એક કાર્યક્રમ દરમિયાન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ વડાપ્રધાન મોદીના ખૂબ જ વખાણ કર્યા હતા તેમણે જણાવ્યું હતું જે કામ મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરૂ, ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, ડૉ. મનમોહન સિંહ જેવા લોકો ના કરી શક્યા તે વડાપ્રધાન મોદીએ કરી બતાવ્યું
ભાજપના જ એક કાર્યક્રમ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરૂ, ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, ડૉ. મનમોહન સિંહ, બધાએ જ કહ્યું હતું કે તે પાકિસ્તાન અને બાંગ્લાદેશથી પીડિત લધુમતીઓને લાવશે. તેઓ આવું કરી શકયા નહીં પરંતુ વડાપ્રધાન મોદીએ કરી બતાવ્યું.
જેપી નડ્ડાએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી બિહારમાં ભાજપના 11 નવા જિલ્લા કાર્યલયોનું ઉદ્ઘાટન કર્યું હતું. આ અવસરે તેમણે પાર્ટીના કાર્યકર્તાઓને તેમની પાસે ઉપલબ્ધ ટેક્નિકનો ઉપયોગ કરવા અને લોકોને સમજાવવાની અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, બિહારમાં નરેન્દ્ર મોદીના આશીર્વાદ છે જેમણે રાજ્યોને અબજોની સહાયતા પ્રદાન કરી છે.