CAGના અહેવાલમાં કેન્દ્ર સરકારનો વધુ એક ભાંડો ફૂટ્યો છે.પહેલા રાફેલના મુદ્દે સરકારનો ભાંડો ફુટ્યો હતો.હવે રેલવેના મુદ્દે વધુ એક ખુલાસો થયો છે.કેગના અહેવાલમાં રેલવેને ખોટી રીતે ફાયદામાં દેખાડી હોવાનો ખુલાસો થયો છે.
– આર્થિક સ્થિતિ સારી દેખાડવા માટે ભવિષ્યની કમાણી પણ ખાતામાં જોડી દીધી
– CAGએ રેલવે પ્રોજેક્ટની ધીમી ગતિ સામે પણ ઉઠાવ્યા સવાલ
– 395માંથી 268 પ્રોજેક્ટ અધૂરા હોવાનો કર્યો ખુલાસો
CAGના રિપોર્ટ મુજબ રેલવેના ઓપરેટિંગ કોસ્ટમાં ફેરફાર કરીને ખોટી રીતે નફો દેખાડ્યો છે.આર્થિક સ્થિતિ સારી દેખાડવા માટે ભવિષ્યની કમાણી પણ ખાતામાં જોડી દીધી છે.ઓપરેટિંગ રેશિયો 97.29 ટકા દેખાડ્યો,વાસ્તવમાં 101.77 ટકા હતો.રેલવેના NTPC અને CONCORથી ભવિષ્યમાં મળનારા 8351 કરોડના માલ ભાડાને પોતાના ખાતામાં જોડી દીધા છે.આ રીતે ખાતમાં રેલવીની કમાણી વધારે બતાવવામાં આવી.જો આવું કરવામાં ન આવતું તો હકિકતમાં રેલવે ઓપરેટિંગ રેશ્યો વર્ષ 2018થી લઈ 101.11 હોત. એટલે કે 100 રુપિયા કમાવવા માટે 102નો ખર્ચ કર્યો છે.ઓપરેટિંગ રેશ્યોથી જ રેલવેની આર્થિક સ્થિતિનો અંદાજ લગાવી શકાય છે.
CAGના રિપોર્ટ મુજબ કમાણીના આંકડા ખોટી રીતે રજૂ કરાયા છે.રેલવેએ 3773.86 કરોડનો ફાયદો બતાવ્યો છે.હકિકતમાં આ નાણા વર્ષમાં તેમનો ગ્રોથ નેગેટિવ રહ્યો છે. CAGના રિપોર્ટમાં કહેવાયું છે કે રેલવેએ જો સાચા આંકડા બતાવે તો લગભગ 7334.85 કરોડનું નુકશાન થતું.CAGએ રેલવે પ્રોજેક્ટની ધીમી ગતિ સામે પણ સવાલ ઉઠાવ્યા છે.તેમજ આ રિપોર્ટમાં 395માંથી 268 પ્રોજેક્ટ અધૂરા હોવાનો ખુલાસો થયો છે.આ રિપોર્ટમાં ફાયદો દર્શાવવા માટે સરકારે આચરેલી ગેરરીતિ છતી થઈ છે.

