‘ફુકરે’ ફેમ મંજોત સિંહે કહ્યું : ‘સરદાર હોવાના કારણે મને નકારો નહીં’
મુંબઈ,તા.૨૧ ‘ફુકરે’, ‘ડ્રીમ ગર્લ’ જેવી હિટ ફિલ્મોમાં કામ કરી ચૂકેલ મંજોત સિંહે કાસ્ટિંગ ડિરેક્ટર્સને સલાહ આપી છે. મંજોતનું કહેવું છે કે જો હું ખરાબ એક્ટર હોય તો મને પસંદ ન કરો પરંતુ સરદાર હોવાના કારણે મને નકારો નહીં. એક ઇન્ટરવ્યૂમાં તેણે કહ્યું કે, હું એક સરદાર છું અને પાઘડી પહેરું છું. ઇન્ડસ્ટ્રીમાંથી અમને ત્યારે જ કોલ આવે છે જ્યારે સ્ટોરીમાં કોઈ સરદારની જરૂર હોય છે. માની લો કે તમે બે ફ્રેન્ડ્સની સ્ટોરી લખો છો તો તેમાં તમિળ, ગુજરાતી સિવાય સરદાર પણ હોઈ શકે છે. તેના માટે તમારે ફિલ્મને દિલ્હી કે પંજાબમાં બનાવવાની જરૂર નથી. તેણે કહ્યું કે હું સામાન્ય માણસ
Read more