
શમશેરા સુપર ફ્લૉપ જતા સંજય દત્તે ટીકાકારોને કહ્યા નફરત ફેલાવનારા : લોકોએ કહ્યું હવે હિંદુત્વની મજાક બનાવીને પૈસા કમાવાના દિવસો ગયા..
– લોકોએ સંજય દત્તને સમજ પાડી કે ફિલ્મ ન ચાલી તો તે માટે દર્શકો અને ટીકાકારોને જવાબદાર ગણાવવાના બદલે તેમણે તે પાછળનાં કારણો શોધવા જોઈએ તાજેતરમાં જ રિલીઝ થયેલી અને ફ્લૉપ ગયેલી બૉલીવુડ ફિલ્મ ‘શમશેરા’ ના નિર્માતાઓ અને અભિનેતાઓ અચાનક સામે આવ્યા છે અને હિંદુફોબિક કોન્ટેન્ટના કારણે ફિલ્મની ટીકા કરનારાઓને વિષવમન કરતા હોવાનું કહીને હૈયાવરાળ ઠાલવી છે. ફિલ્મના ડાયરેક્ટર કરણ મલ્હોત્રાએ એક નિવેદન જારી કર્યું હતું તો બાદમાં ફિલ્મના અભિનેતા સંજય દત્તે પણ એક ટ્વિટ કર્યું હતું. અભિનેતા સંજય દત્તે એક નિવેદન ટ્વિટ કર્યું હતું.તેની સાથે તેમણે #ShamsheraIsOurs નામનું હૅશટેગ પણ વાપર્યું હતું.સંજય દત્ત કહે છે કે તેમણે બહુ મહેનતથી
Read more