[weather_data]
Breaking News
TRENDING NEWS

Category: Gandhinagar

હવે રાજનેતાઓની તમામ માહિતી સીધી ગાંધીનગરના દરબારમાં પહોંચશે : અધિકારીઓ મોકલશે ગુપ્ત રિપોર્ટ !

ગાંધીનગર : લોકસભાની ચૂંટણી આવતા જ રાજકીય પક્ષો એક્વિટ થયા છે.ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ પોતાના નેતાઓને પ્રજાઓની વચ્ચે જવા અને તેમની મદદ માટેની સૂચના આપી છે.ત્યારે આ વચ્ચે રાજ્ય સરકાર એક્ટિવ બની છે.ચૂંટાયેલા પ્રતિનિધિઓ કેવુ કામ કરે છે, કામ કરે છે કે નથી કરતા તે ચેક કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.જેમાં નેતાઓની વોચ રાખવામાં આવશે.આ તમામ માહિતી ગુપ્ત રીતે ગાંધીનગર પહોંચાડવામાં આવી રહી છે. હજુ ચાર પાંચ દિવસ પહેલાં જ ગુજરાત સરકારે એક પરિપત્ર જાહેર કરેલો કે તમામ અધિકારીઓએ ચૂંટાયેલાં જનપ્રતિનિધિ (ધારાસભ્ય,સાંસદ,જિલ્લા કે તાલુકા પંચાયત પ્રમુખો,નગરપાલિકા પ્રમુખો વગેરે વગેરે)ના ફોન નંબર સેવ
Read more

રાજ્ય સરકારે રક્ષાબંધનની રજા બાબતે પરિપત્ર કર્યો જાહેર, તમામ સરકારી કચેરીઓ રહેશે બંધ

– સરકારે 30મી ઓગસ્ટે રજા જાહેર કરી – તમામ સરકારી કચેરીઓ રક્ષાબંધનને દિવસે રહેશે બંધ દરેક ભાઈ બહેન જે તહેવારની રાહ જોઈને બેઠા હોય એ તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે.ભાઈ-બહેનનાં પવિત્ર પ્રેમનો તહેવાર એટલે કે રક્ષાબંધન નજીક આવી રહ્યો છે.રક્ષાબંધનમાં બહેન પોતાના ભાઈનાં હાથે રક્ષા કરવા કે કરાવવા માટે દોરો બાંધે છે.આ પર્વ શ્રાવણ શુક્લ પૂર્ણિમાનાં ઊજવવામાં આવે છે. 2023 એટલે કે આ વર્ષે રક્ષાબંધન 2 દિવસ ઊજવવામાં આવશે.ત્યારે આ વખતે રાજ્ય સરકારે રક્ષાબંધનનાં દિવસે રજા જાહેર કરી છે.જેથી 30 મી ઓગસ્ટે રાજ્ય સરકાર દ્વારા રક્ષાબંધનની રજા જાહેર કરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર,શ્રાવણ શુક્લ પૂર્ણિમાના દિવસે રક્ષાબંધનનો તહેવાર
Read more

ગુજરાત ભાજપમાં પત્રિકાકાંડે માથું ઉંચકતા દિલ્હીમાં હલચલ તેજ થઇ !

ગુજરાત ભાજપમાં મોટાપાયે આંતરિક ડખા ચાલી રહ્યા છે.પત્રિકાકાંડથી લઈને રાજીનામા સુધીના કિસ્સાઓને કારણે દિલ્હીમાં ચર્ચા થઈ રહી છે.કમલમમાં જ મોટા ડખા હોવાનું ચર્ચાય છે.ત્યારે પહેલા ભાર્ગવ ભટ્ટ અને હવે પ્રદીપસિંહ વાઘેલાને કારણે ગુજરાત ભાજપમાં ડખા છે.આ કારણે હવે દિલ્હીથી બુલાવો આવ્યો છે.રાજીનામાઓ બાદ હવે નવી નિયુક્તિ થાય તેવી શક્યતાઓ છે.ભાજપના મહામંત્રી રત્નાકર દિલ્હી પહોંચ્યા છે.ભાજપ સંગઠનમાં મોટાપાયે ફેરફાર થાય તેવુ લાગી રહ્યું છે. ભાજપમાંથી બે દિગ્ગજ નેતાઓના રાજીનામા પડ્યા છે.ભાર્ગવ ભટ્ટ અને પ્રદીપસિંહ વાઘેલાના રાજીનામા બાદ જિલ્લા-મહાનગરોમાં જે રીતે પત્રિકાકાંડે માથુ ઉંચક્યું છે, તે જોતા હવે દિલ્હીમાં હલચલ થઈ છે.હાઈકમાન્ડે પ્રદેશ ભાજપ સંગઠનના સાંપ્રત પ્રવાહોથી વાકેફ કરીને ખાલી પડેલા પદો
Read more

પત્રિકાકાંડ : ભાજપ હાઇકમાન્ડે કંઈ ના કરીને પણ મોટો ખેલ પાડી દીધો : બંને જૂથોને કદ પ્રમાણે વેતરી નાંખ્યા !

ગુજરાતના પત્રિકાકાંડનો રેલો ગુજરાતના 5 મંત્રીઓ અને કેટલાક ધારાસભ્યો સુધી પહોંચ્યો છે.જેઓ પર ભાજપના એક સમયે ચાર હાથ અને ગુજરાત ભાજપનો ચહેરો હતા પણ પાટીલના સૂર્યોદય બાદ આ લોકો અંધકારમાં ધકેલાઈ જતાં એક સમયે ગાંધીનગરમાં મંત્રી ક્વાટર્સમાં મળેલી બેઠકમાં પાટીલ જૂથને પૂરું કરી દેવા ખેલાયેલા ખેલનો ખુલાસો થઈ ગયો છે.આમ છતાં એ હકિકત છે કે આગામી દિવસોમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહીં થાય.ભાજપે લાંબાગાળાનો ખેલ પાડ્યો છે અને બંને જૂથોને કદ પ્રમાણે વેતરી નખાયા છે. દરેક પોલ ખૂલે એ માટે ભાજપ તૈયાર નથી આ પ્રકરણમાં સીધી નજર રાખતા સીએમઓ અને પીએમઓ તમામ બાબતોને ભૂપેન્દ્ર પટેલ, દિલ્હી હાઈકમાન્ડ અને પાટીલ સુધી
Read more

ગુજરાતમાં ભાજપની બાદશાહત પણ આ પરિણામોએ વધાર્યું ટેન્શન !

ગુજરાતમાં ભાજપે ફરી એકવાર 18 નગરપાલિકા અને એક મ્યુનિસિપલ કોર્પોરેશનની ખાલી પડેલી બેઠકો માટેની પેટાચૂંટણીમાં જીત મેળવી છે અને પોતાની બાદશાહત સાબિત કરી દીધી છે પણ આ પરિણામો ભાજપ માટે એલર્ટ પણ છે.પ્રતિષ્ઠિત સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સીટ ભાજપે જીતી હતી અને આમ આદમી પાર્ટીની ડિપોઝીટ પણ જપ્ત થઈ હતી. ગુજરાતમાં સ્થાનિક સંસ્થાની ખાલી પડેલી બેઠકો માટેની પેટાચૂંટણીમાં ભાજપે જીત મેળવી છે.18 નગરપાલિકાની 29 બેઠકો અને મહાનગરપાલિકાની એક બેઠક માટે પેટાચૂંટણી યોજાઈ હતી.આમાં ભાજપે કુલ 30માંથી 21 બેઠકો જીતી છે.આ ચૂંટણીઓમાં કોંગ્રેસને 8 બેઠકો મળી છે,જ્યારે આમ આદમી પાર્ટીને એક પણ બેઠક મળી શકી નથી.આમ આદમી પાર્ટીનું ખાતું પણ ખૂલ્યું નથી.ચૂંટણી
Read more

CM ભૂપેન્‍દ્ર પટેલે રાજ્યના મહિલા ધારાસભ્યોને વિશેષ ભેટની જાહેરાત કરી

ખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે રાજ્યના મહિલા ધારાસભ્યોને વિશેષ ભેટની જાહેરાત કરી છે.મહિલા ધારાસભ્યોને તેમના મત વિસ્તારમા આ વર્ષ રોડ-રસ્તાના કામો માટે સવા કરોડ રૂપિયાની વધારાની ગ્રાન્‍ટ ફાળવાશે.મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે રાજ્યનાં મહિલા ધારાસભ્યોને લોકહિતનાં કામો માટે મળતી નિયમિત ગ્રાન્‍ટમાં ૨૦૨૩-૨૪નાં વર્ષ માટે સવા કરોડ રૂપિયાની વધારાની ગ્રાન્‍ટ ફાળવવાનો નિર્ણય કર્યો છે. ગુજરાત વિધાનસભામાં વિધાયક તરીકે જન પ્રતિનિધિત્વ કરતા ૧૨ મહિલા ધારાસભ્યોને પ્રત્યેકને તેમના વિસ્તારોમાં રોડ-રસ્તાનાં વિવિધ કામો માટે વધારાના સવા કરોડ રૂપિયાની ગ્રાન્‍ટ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્‍દ્ર પટેલના આ મહિલા જનપ્રતિનિધિ હિતલક્ષી નિર્ણયની ફળશ્રુતિએ મળશે.મુખ્યમંત્રી સમક્ષ આ અંગે રાજ્યના મહિલા ધારાસભ્યોએ કરેલી રજૂઆતનો સકારાત્મક પ્રતિસાદ આપતાં તેમણે આ નિર્ણય કર્યો છે.
Read more

સરકારનો ઐતિહાસિક નિર્ણય : 130 જેટલા ગામોના ખેડૂતોને અંદાજે 1.72 લાખથી વધુ હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળશે

ગાંધીનગર : કચ્છને નર્મદાનું વધારાનું 1 મિલીયન એકર ફિટ પાણી વર્ષ 2025 સુધીમાં આપવાની કામગીરી પૂર્ણ થવાથી અંજાર,મુન્દ્રા,માંડવી,ભુજ,નખત્રાણા,લખપત,અબડાસા અને રાપરના 130 જેટલા ગામોના અંદાજે 1.72 લાખથી વધુ હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળતો થશે.તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાણી,ઉદ્યોગો,પ્રવાસન સહિતના વિકાસ કામોનો મહત્તમ લાભ કચ્છને મળે તે માટે હંમેશા પ્રાધાન્ય આપ્યું છે તેને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સતત આગળ વધારી રહ્યા છે. ગુજરાતની જીવાદોરી સમાન બહુહેતુક નર્મદામૈયાના પૂરના વહી જતા વધારાના ૩ મિલીયન એકર ફિટ પાણીમાંથી ૧ મિલીયન એકર ફિટ સૌરાષ્ટ્રને, ૧ મિલીયન એકર ફિટ ઉત્તર ગુજરાતને અને ૧ મિલીયન એકર ફિટ કચ્છને ફાળવવાનો નિર્ણય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી
Read more

ગુજરાત ભાજપમાં પેમ્ફલેટ વૉર : CR પાટિલ પર લગાવ્યો ભ્રષ્ટાચારનો આરોપ

– ભાજપમાં શરુ થયુ પેમ્ફલેટ વોર, પાટિલને બદનામ કરવા કાવતરું – પૂર્વ પાંચ મંત્રી આ કાવતરામાં સામેલ હોવાની શંકા વધી ગઈ – પોર્ટફોલિયોની ફાળવણીમાં પાટિલે રુપિયા લીધા હોવાનો આરોપ ગુજરાત ભાજપમાં પેમ્ફલેટ વોર કે જેણે રાજકીય વર્તુળોમાં હાહાકાર મચાવી દીધો છે.જે એક મોટા વિવાદમાં બદલાય એવું લાગી રહ્યું છે કે, કારણ કે આ પાછળ પાંચ પૂર્વ મંત્રીઓનો હાથ હોય એવી આશંકા છે.ભાજપના પ્રેસિડન્ટ સીઆર પાટીલ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવીને તેમને બદનામ કરનારા આ પેમ્ફલેટ સૌથી પહેલાં સુરતમાં વહેંચવામાં આવ્યા હતા.જે બાદ સ્થાનિક પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી હતી.આ માનહાનિ સામગ્રીને એક પત્ર અને એક પેનડ્રાઈવમાં તરીકે એક લિફાફામાં પેક કરવામાં
Read more

રાજ્યના 20 GAS કેડરના અધિકારીઓને અપાઈ બઢતી

– વિવિધ ડેપ્યુટી કમિશ્નર, રેસિડેન્ટ એડિશનલ કલેકટર, એડિશનલ ડાયરેક્ટર, ડેપ્યુટી કલેકટર વગેરે જેવા અધિકારીઓનો સમાવેશ – રાજ્યમાં હાલ બઢતી બદલીનો દોર ચાલી રહ્યો છે રાજ્યમાં હાલ બઢતી બદલીનો દોર ચાલી રહ્યો છે ત્યારે GAS કેડરના 20 અધિકારીઓને બઢતી અપાઈ છે જેમાં વિવિધ ડેપ્યુટી કમિશ્નર,રેસિડેન્ટ એડિશનલ કલેકટર,એડિશનલ ડાયરેક્ટર,ડેપ્યુટી કલેકટર વગેરે જેવા અધિકારીઓનો સમાવેશ થાય છે. આ અધિકારીઓને બઢતી અપાઈ રાજ્યમાં GAS કેડરના 20 અધિકારીઓને બઢતી અપાઈ છે જેમાં અધિકારી એ.જે.ગામીત,એસ.કે.પટેલ,એન.એફ.ચૌધરી,એચ.પી.પટેલ,જે.કે.જાદવ,ડી.કે.પંડ્યા,ડી.કે.બ્રહ્મભટ્ટ,એમ.પી.પંડ્યા,આર.વી.વાળા.આર.વી.વ્યાસ,એન.ડી.પરમાર. આર.એન.કુચારા,આર.પી.પટેલ,સી.બી.ગણાત્રા,સી.એ.ગાંધી,બી.એન.પટેલ,એ.કે.જોષી.કે.એસ.ઝાલા,વી.કે.જાદવ,વી.જી.પટેલને બઢતી અપાઇ છે.
Read more

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ બે દિવસ ગુજરાતના પ્રવાસે આવશે : નવાજૂનીનાં એંધાણ !

– કચ્છના કંડલામાં અને ગાંધીનગરના સરઢવમાં જાહેરસભાને સંબોધશે – શનિવારે તેઓ કચ્છમાં કોટેશ્વર મહાદેવના દર્શન કરશે – કડંલા ખાતે ઈફ્કોના નેનો ફર્ટિલાઈઝર પ્લાન્ટનુ ઉદ્દઘાટન કરશે ભારતના ગૃહમંત્રી અમિતભાઈ શાહ બે દિવસ ગુજરાતના પ્રવાસે છે.જેમાં ગૃહમંત્રી અમિતભાઈ શાહ શનિવારે કચ્છમાં અને રવિવારે અમદાવાદ-ગાંધીનગરમાં આવશે.તેમાં કોટેશ્વર મહાદેવના દર્શન કરીને ગુજરાતનો પ્રવાસ આરંભશે.તથા કચ્છના કંડલામાં અને ગાંધીનગરના સરઢવમાં જાહેરસભાને સંબોધશે. શનિવારે તેઓ કચ્છમાં કોટેશ્વર મહાદેવના દર્શન કરશે શુક્રવારે લોકસભાનું ચોમાસુ સત્ર પૂર્ણ થયા બાદ ભારતના ગૃહમંત્રી અમિતભાઈ શાહ બે દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.શનિવારે તેઓ કચ્છમાં કોટેશ્વર મહાદેવના દર્શન કરીને ભારત-પાકિસ્તાન સરદહે નિરીક્ષણ કરશે.રવિવારે તેઓ સંસદિય મતક્ષેત્રમાં અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ વિકાસના
Read more
1 2 3 4 75

Most Read