સીબીઆઇના અધિકારીઓએ ગઈ કાલે તૃણમૂલ કૉન્ગ્રેસના નેતા અને પશ્ચિમ બંગાળના લોકસભાના સભ્ય અભિષેક બૅનરજીની પત્ની રુજિરાની સવા કલાક પૂછપરછ કરી હતી. પૂછપરછના સિલસિલા દરમ્યાન સીબીઆઇના અધિકારીઓ સતત નિઝામ રોડ સ્થિત હેડ-ક્વૉર્ટર્સ ખાતેના વરિષ્ઠ અધિકારીઓને વિગતોની જાણ કરતા રહેતા હતા.અગાઉ મુખ્ય પ્રધાન મમતા બૅનરજી સચિવાલય જતાં પહેલાં દસેક મિનિટ માટે અભિષેકના ઘરે ગયાં હતાં.એ મુલાકાત પૂર્વ નિર્ધારિત નહોતી.મમતા બૅનરજી ‘શાંતિ નિકેતન’માંથી બહાર નીકળ્યાં ત્યારે અભિષેકની દીકરી તેમની જોડે હતી.

