– અમેરિકા,રશિયા,ચીન,પાકિસ્તાન સહીત દુનિયાના કેટલાંય દેશોના રાજદ્વારીઓએ સીડીએસ બિપિન રાવતને શ્રદ્ધાંજલિ આપી
નવી દિલ્હી, તા. 09 ડિસેમ્બર : સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પાંચેય સ્થાયી સદસ્યો અને બધા પ્રમુખ લોકતાંત્રિક દેશ પાસે સીડીએસ અથવા તેની સમકક્ષનું પદ હતું પરંતુ તે આપણી પાસે ન હતું.આ કારણે 01 જાન્યુઆરી, 2020ના રોજ જનરલ બિપિન રાવત સીડીએસ બન્યા.તેઓ રક્ષા મંત્રાલય માટે પ્રમુખ સૈન્ય સલાહકાર પણ માનવામાં આવી રહ્યા હતા.તેનો ફાયદો સેનાના ત્રણેય અંગોના આધુનિકીકરણ અને સૈન્ય ખરીદીને ઝડપી કરવામાં મળ્યો.તેમના નેતૃત્વમાં સેનાના ત્રણેય અંગો અને રક્ષા મંત્રાલયે કેટલીક મહત્વપૂર્ણ યોજનાઓ શરૂ કરી અને આગળ વધારી જેમા પ્રમુખ છે.
* સેનાના ત્રણેય અંગો માટે 4 સંયુક્ત થિયેટર કમાન જેનાથી હથિયારોની ખરીદી,યુદ્ધ અને કટોકટીની સ્થિતિમાં જમીન,હવાઈ અને નૌકાદળ વચ્ચે તાલમેલ સારો રહેશે.જો કે, આ સપનું અધૂરું રહી ગયું.
* તાલમેલથી ફાયદો થયો.આતંકી શિબિરો પર બાલાકોટ હવાઈ હુમલા દરમિયાન 2019માં થલસેનાએ તાત્કાલિક ખરીદી કરી,નૌકાદળે દેખરેખ માટે અમેરિકી કંપની પાસેથી પ્રીડેટર ડ્રોન લીઝ પર લીધા અને વાયુસેનાના મિસાઈલોની ખરીદ પ્રક્રિયામાં તેજી આવી.
* ઈઝરાયલથી 4 એડવાન્સ હેરોન ડ્રોન ખરીદીને લદા્ખ સેક્ટરમાં ચીનની હરકતો પર નજર રાખવા માટે તૈનાત કરવામાં આવ્યા.
* સેનાના આધુનિકીકરણ માટે વિદેશી અને ભારતીય કંપનીઓમાં કરાર માટે મંજૂરી આપવામાં આવી જેનાથી ભારતમાં હથિયારોનું નિર્માણ ઝડપથી થશે.
અમેરિકા અને રશિયાએ જણાવ્યા સાચા મિત્ર. પાકિસ્તાને પણ દુ:ખ વ્યક્ત કર્યું.અમેરિકા,રશિયા,ચીન,પાકિસ્તાન સહીત દુનિયાના કેટલાંય દેશોના રાજદ્વારીઓએ સીડીએસ બિપિન રાવતને શ્રદ્ધાંજલિ આપી છે.
– અમેરિકી દૂતાવાસ : રાવત સારા મિત્ર અને ભાગીદાર હતા. ભારત સાથે રક્ષા સહયોગ વધારવા માટે તેમણે મહત્વની ભૂમિકા ભજવી. સપ્ટેમ્બરમાં 5 દિવસની અમેરિકા યાત્રા દરમિયાન જનરલ માર્ક મિલે સાથે સહયોગ વધારવાની બાબતે ચર્ચા કરી. તેમનો આ વારસો ચાલું રહેશે.
– બ્રિટનના ઉચ્ચ આયુક્ત એલેક્સ એલિસ: રાવત બહાદુર સૈનિક અને બુદ્ધિમાની વ્યક્તિ હતા.તાજેતરમાં જ તેમણે મારી મહેમાનનવાજી કરી હતી.
– રશિયાના રાજદ્વારી લિકોલે કૂદાશેવ: ભારતે સાચો દેશભક્ત ગુમાવી દીધો છે.તેઓ સેનાના હીરો હતા.દ્વિપક્ષી સબંધોને મજબૂતી આપવા અને વ્યૂહાત્મક ભાગીદારીને વધારવામાં તેમની મહત્વની ભૂમિકા હતી.
– ઓસ્ટ્રેલિયાના ઉચ્ચ આયુક્ત બેરી ઓ ફેરેલ : રાવતના કાર્યકાળમાં અમારા સબંધો નવા મુકામ પર પહોંચ્યા. તેઓ સાચા મિત્ર હતા.
– ફ્રાન્સના રાજદ્વારી એમાનુઅલ લિનેન : સાચા મિત્ર,અદ્ભૂત નેતૃત્વકર્તા અને ફ્રાન્સના સમર્થકના રૂપમાં હંમેશા યાદ રહેશે.
– પાકિસ્તાની સેના: જોઈન ચીફ ઓફ સ્ટાફ કમિટિના ચેરમેન જનરલ નદીમ રજા અને ચીફ ઓફ આર્મી સ્ટાફ કમર જાવેદ બાજવાએ પણ દુ:ખ વ્યક્ત કર્યું છે.
– યુ એન મહાસચિવ એન્ટોનિયો ગુટેરસ: 2008-2009માં તેઓ કાંગોમાં યુએન શાંતિ મિશનના બ્રિગેડિયર કમાંડર હતા.શ્રદ્ધાંજલિ.

