ચીખલી : નવસારી જિલ્લાના ચીખલી પોલીસ મથકના વિસ્તારમાંથી સીઆઈડી ક્રાઇમની સીઆઈએલ દ્વારા રૂ.૩૮ લાખથી વધુના બેન્જીન કેમિકલના જથ્થા સાથે ૫ આરોપીને ઝડપી પાડયા.
બનાવની પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીનગરની સીઆઇડી ક્રાઇમની સીઆઈએલ બ્રાન્ચના પીઆઇ-જે.એમ.કંડોરિયાની ટીમે ચીખલી પોલીસ મથકના વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે સગેવગે કેમિકલ ચોરીનું મોટું રેકેટ બુધવારની રાત્રીના સમયે ઝડપી પાડ્યું હતું.ઓપરેશન દરમ્યાન પ્લાસ્ટિકના કેરબામાં કાઢેલ ૨૦૪૫ લીટર બેન્જીન અને ૨૨૦ લીટર કાર્બન સોઈલ નામના કેમિકલનો જથ્થો ઝડપી પાડી તેની સાથે ૨૪૨૫૫ લીટર બેન્જીન કેમિકલ ભરેલ ટેન્કર નં:જીજે-૦૬-એએક્ષ-૧૫૧૮ પણ કબ્જે કર્યું હતું.આ ઉપરાંત સીઆઈએલ બ્રાન્ચે કેટલાક ખાલી બેરેલ,પ્લાસ્ટિક ના પાઇપ સહિતના કુલ્લે રૂ.૩૮,૭૭,૪૫૨/- નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો


