– કેબિનેટ બેઠકમાં બજેટની તૈયારીઓની સમિક્ષા કરવામાં આવશે
– કોરોનાના કેસ તથા વેક્સિનેશનની પણ ચર્ચા થશે
અમદાવાદ, 4 જાન્યુઆરી 2022, બુધવાર : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષતામા આજે કેબિનેટ બેઠક યોજાશે.ગુજરાત રાજ્યના બજેટ સત્ર અગાઉ આ કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યુ છે.આ કેબિનેટ બેઠકમાં પ્રધાનમંત્રીના માતા હિરાબાને શ્રદ્ધાજંલી આપવામાં આવશે.કેબિનેટ બેઠકમાં બજેટની તૈયારીઓની સમિક્ષા કરવામાં આવશે.આ બેઠકમાં કોરોનાના કેસ તથા વેક્સિનેશનની પણ ચર્ચા થઈ શકે છે.આ બેઠકમાં ઈ-સરકાર પ્રોજેક્ટ સંદર્ભે સમિક્ષા અને સરકાર નીતિવિષયક બાબતો પર ચર્ચા કરવામાં આવી શકે છે.આ ઉપરાંત પતંગ મહોત્સવ અને બજેટને લગતી ચર્ચા તેમજ જૈન સમાજના શેત્રુજ્ય મહાતીર્થ મુદે વાતચીત પણ કરવામાં આવશે.આ ઉપરાંત ગુજરાતમા G-20 બેઠકને લઈ થનારી બેઠક અંગે પણ સમિક્ષા કરવામાં આવશે.


