By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: CM ના મુખ્ય સલાહકાર અને સલાહકાર તરીકે રાજ્યના બે નિવૃત વરિષ્ઠ અધિકારીઓની નિમણૂંક
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Gandhinagar > CM ના મુખ્ય સલાહકાર અને સલાહકાર તરીકે રાજ્યના બે નિવૃત વરિષ્ઠ અધિકારીઓની નિમણૂંક
GandhinagarGeneral

CM ના મુખ્ય સલાહકાર અને સલાહકાર તરીકે રાજ્યના બે નિવૃત વરિષ્ઠ અધિકારીઓની નિમણૂંક

HM News
Last updated: 27/12/2022 8:50 AM
HM News
3 years ago
Share
SHARE

ભારત સરકારના પૂર્વ નાણાં સચિવ ડૉ. હસમુખ અઢિયા મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર તરીકે અને રાજ્ય સરકારના માર્ગ-મકાન વિભાગના પૂર્વ સચિવ એસ.એસ.રાઠૌર મુખ્યમંત્રીના સલાહકાર તરીકે નિમણૂક કરવામાં આવી છે.

મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર ડૉ. હસમુખ અઢિયાની નિમણૂક

આજે ડૉ. હસમુખ અઢિયાની હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મુખ્ય સલાહકાર તરીકે નિમણૂંક થઇ છે.તેઓ મુખ્યમંત્રીને નાણા,આર્થિક બાબતો,શિક્ષણ,ઊર્જા અને બિનપરંપરાગત ઊર્જા,રોકાણોને લગતી બધી જ પોલિસી અને તેનું મોનિટરીંગ તથા રાજ્ય સરકાર દ્વારા અન્ય જે ક્ષેત્રો નિશ્ચિત કરવામાં આવે તે ક્ષેત્રો-વિષયોમાં મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર તરીકે સેવાઓ આપશે.ડૉ. હસમુખ અઢિયાનો કાર્યકાળ મુખ્યમંત્રીના કાર્યકાળની અવધિ સુધી અથવા તો અન્ય આદેશો ના થાય ત્યાં સુધી બેમાંથી જે વ્હેલું હશે ત્યાં સુધીનો રહેશે.મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર તરીકે નિયુકત થતાં ડૉ. હસમુખ અઢિયા ને જરૂરી સ્ટાફ-મહેકમ તેમજ અન્ય આનુષાંગિક સુવિધાઓ રાજ્ય સરકાર દ્વારા પૂરી પાડવામાં આવશે.

હસમુખ અઢિયા કોણ છે ?

ડૉ. હસમુખ અઢિયા ભારતીય વહીવટી સેવાના અધિકારી છે,તેઓ ભારત સરકારમાં કેન્દ્રીય નાણાં સચિવ અને મહેસૂલ સચિવ તરીકે સેવા આપી તા. 30 નવેમ્બર, 2018ના રોજ નિવૃત્ત થયા છે તેઓ હાલમાં બેંક ઓફ બરોડાના નોન એક્ઝિક્યુટિવ ચેરમેન છે અને સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના ચાન્સેલર પણ છે.ડૉ. અઢિયા પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટી અને ગુજરાત એનર્જી રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યુટ (GERMI)ના બોર્ડના વાઇસ ચેરમેન તરીકે અને ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ, બેંગલોરના બોર્ડ ઓફ ગવર્નર્સના સભ્ય તરીકે સેવાઓ આપે છે.ડૉ. હસમુખ અઢિયાએ એકાઉન્ટન્સીમાં બેઝિક પોસ્ટ-ગ્રેજ્યુએટ ડિગ્રી મેળવી છે.તેઓ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ,બેંગ્લોરમાંથી ગોલ્ડ મેડાલિસ્ટ છે અને તેઓ સ્વામી વિવેકાનંદ યોગ યુનિવર્સિટી,બેંગ્લોરમાંથી યોગ વિષયમાં પી.એચ.ડી. ધરાવે છે.નાણા અને મહેસૂલ સચિવ તરીકે,તેમને ભારતમાં GSTના સફળ અમલીકરણનો શ્રેય આપવામાં આવ્યો હતો.નવેમ્બર2018માં તેમની નિવૃત્તિ પર, સ્વ. અરુણ જેટલી, ભારતના તત્કાલીન નાણામંત્રીએ ફેસબુક પોસ્ટમાં ડૉ. અઢિયાના યોગદાનની પ્રશંસા કરી હતી.તેઓએ કહ્યું હતું કે “ડૉ. અઢિયા નિઃશંકપણે અત્યંત સક્ષમ,શિસ્તબદ્ધ,નો-નોનસેન્સ મુલકી સેવક અને અલબત્ત,દોષરહિત પ્રમાણિકતા ધરાવતા હતા.

મુખ્યમંત્રીના સલાહકાર એસ.એસ. રાઠૌરની નિમણૂક

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સલાહકાર તરીકે એસ.એસ. રાઠૌરની નિયુક્તિ કરવામાં આવી છે.રાઠૌર મુખ્યમંત્રીના સલાહકાર તરીકે માર્ગ-મકાન, નાગરિક ઉડ્ડયન,મેટ્રો રેલ પ્રોજેક્ટ અને રેલ્વેઝ,જળસંપત્તિ,નર્મદા અને કલ્પસર વિષયોમાં પોલિસી સંબંધિત મોનિટરીંગ અને પોલિસી સંદર્ભના કામકાજ માટે સલાહકારની ફરજ નિભાવશે.આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા નિશ્ચિત કરવામાં આવે તે ક્ષેત્રો માટે પણ શ્રી રાઠૌર મુખ્યમંત્રીના સલાહકાર રહેશે.એસ.એસ. રાઠૌરનો કાર્યકાળ મુખ્યમંત્રીના કાર્યકાળ સુધી અથવા અન્ય આદેશ ન થાય ત્યાં સુધી,આ બે માંથી જે વ્હેલું હોય ત્યાં સુધીનો રહેશે.મુખ્યમંત્રીના સલાહકાર તરીકે નિયુકત થતાં એસ.એસ. રાઠૌરને જરૂરી સ્ટાફ-કર્મચારી ગણ તેમજ અન્ય સુવિધાઓ રાજ્ય સરકાર પૂરી પાડશે.

એસ.એસ. રાઠૌર કોણ છે ?

સત્યનારાયણસિંહ શિવસિંહ રાઠૌર ગુજરાત ઇજનેરી સેવાના અધિકારી છે,તેઓએ ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ તેમજ જળસંપત્તિ વિભાગમાં સચિવ તરીકે સેવા આપી વર્ષ 2014માં અધિક મુખ્ય સચિવ તરીકે નિવૃત્ત થયા છે.વર્ષ 2018 માં આંતરમાળખાકીય વિકાસના યોગદાન માટે ભારતના નાગરિક સન્માન “પદ્મશ્રી” થી શ્રી રાઠૌરને સન્માનિત કરવામાં આવ્યા છે.તેમણે સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ ના ચેરમેન અને મેનેજીંગ ડીરેક્ટર તરીકે પાંચ વર્ષ સેવા આપી છે.ગુજરાતના મુખ્ય રાજમાર્ગોને વિકસાવવાનો શ્રેય તેમને જાય છે.તેમણે બિલ્ડ,ઓપરેટ અને ટ્રાન્સફર (BOT) રોડ ડેવલપમેન્ટ મોડલ રજૂ કર્યું, ભારતમાં આ પ્રકારનું સૌ પ્રથમ મોડેલ છે.ગુજરાતના ” હાઇવે અને કેનાલ મેન ” તરીકે પણ રાઠૌર પ્રખ્યાત છે.તેઓ ઈન્સ્ટિટ્યૂટ ઑફ એન્જિનિયર્સ,ઈન્ડિયા અને ઈન્ડિયન રોડ કૉંગ્રેસના પ્રમુખ રહી ચૂક્યા છે અને વર્લ્ડ ફેડરેશન ઑફ એન્જિનિયરિંગ ઑર્ગેનાઈઝેશનના વાઇસ-પ્રેસિડેન્ટ છે. (જુલાઇ 2019થી) તેઓ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિ. ના મેનેજિંગ ડિરેક્ટર સેવા આપી રહ્યા છે અને મેટ્રો ફેઝ-1નું કામ તેમના માર્ગદર્શનમાં પૂર્ણ કરાયું છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સુરત : 108ની વધુ એક વખત સરાહનીય કામગીરી, શૌચાલયમાં કરાવી સફળ ડીલવરી
Next Article લો હવે સલમાન ખુર્શીદને રાહુલ ગાંધીમાં દેખાયા ભગવાન રામ, ભાજપે કહ્યું હિન્દુઓની આસ્થાનું અપમાન
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up