નવી દિલ્હી, તા. 22 જાન્યુઆરી 2024 સોમવાર : સમગ્ર દુનિયાની નજર આજે ભારતની અયોધ્યા નગરી પર ટકેલી છે.દેશભરના તમામ દિગ્ગજ નેતા ફિલ્મ,રમત-ગમત અને ઉદ્યોગ જગત સાથે જોડાયેલા ચહેરા પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભાગ લેવા માટે અયોધ્યા પહોંચ્યા છે. જોકે વિપક્ષી દળો દ્વારા પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ખૂબ અલગ વલણ જોવામાં આવી રહ્યુ છે.હવે બિહારના સીએમ નીતીશ કુમારને આ અલગ વલણનું પરિણામ ભોગવવુ પડ્યુ છે.જેડીયૂ પાર્ટીના પ્રવક્તા સુનીલ કુમાર સિંહે શ્રીરામનું નામ લઈને પાર્ટીના સભ્યપદેથી રાજીનામું આપી દીધુ છે.
શું છે સમગ્ર મામલો
સુનીલ કુમાર સિંહે રામનું નામ લઈને જેડીયૂને અલવિદા કહી દીધુ છે.તેમણે પોતાના પદ અને પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામુ આપી દીધુ છે.તેમણે લખ્યુ- આજે સમગ્ર ભારતવર્ષ રામમય છે.જય શ્રી રામના ઉચ્ચારથી, ગીત-સંગીતથી સર્વત્ર હર્ષોલ્લાસ છે.જેમના નામના જયકારા માત્રથી આપણે ભારતવાસી સ્વયંને ધન્ય અનુભવ કરાવી રહ્યા છે.હુ પણ ભગવાન શ્રી રામ સમક્ષ નતમસ્તક છુ.આજના શુભ દિવસે ભગવાન શ્રી રામજીના આદર્શોને અનુસરીને ભગવાન શ્રી રામજીના આદેશથી હુ JDUના પ્રાથમિક સભ્યપદ અને પ્રવક્તા પદ પરથી મારૂ રાજીનામું જાહેર કરુ છુ.ભવિષ્યના કર્તવ્ય પથનો દિશા નિર્દેશ પ્રભુ શ્રી રામ કરશે.