By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: CM ભૂપેન્દ્ર પટેલે પૂર્ણા નદી પર ડેમના કામનો કર્યો શિલાન્યાસ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > CM ભૂપેન્દ્ર પટેલે પૂર્ણા નદી પર ડેમના કામનો કર્યો શિલાન્યાસ
GeneralSouth Gujarat

CM ભૂપેન્દ્ર પટેલે પૂર્ણા નદી પર ડેમના કામનો કર્યો શિલાન્યાસ

HM News
Last updated: 18/04/2023 9:43 AM
HM News
2 years ago
Share
Pic : FB
SHARE

નવસારી, તા. 18 એપ્રિલ 2023, મંગળવાર : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવસારી જિલ્લામાં પૂર્ણા નદી પર ડેમના કામનો શિલાન્યાસ કર્યો હતો.આ પ્રસંગે સ્થાનિક સાંસદ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ પણ હાજર રહ્યા હતા.ગુજરાત સરકાર દ્વારા નવસારી તાલુકાના લોકોને ક્ષારથી મુક્ત કરવા અને વરસાદમાં પૂરથી મુક્તિ મેળવવા માટે ડેમ બાંધવાનું આયોજન કરવામાં આવ્યું છે.સરકારે બે દાયકા પહેલા આ યોજનાને મંજૂરી આપી હતી,પરંતુ 18 એપ્રિલે આ યોજનાના નિર્માણ કાર્ય માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં શિલાન્યાસ કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાતિ-ધર્મ જોયા વગર વિકાસની રાજનીતિ કરી રહ્યા છે.તેઓ ગુજરાતના વિકાસ માટે કામ કરી રહ્યા છે.નવસારી તાલુકામાં પૂર્ણા નદી પરની જળ સંચય યોજના પૂર્ણ થતાં નવસારી સહિત 23 ગામોને પીવાનું મીઠું પાણી મળશે.

પૂર્ણા નદી પરના ડેમના કામનો શિલાન્યાસ કર્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજનાનું લોકાર્પણ કર્યું છે.ગુજરાતમાં પંચશક્તિનો વિકાસનો પાયો નાખવામાં આવ્યો છે આ પંચશક્તિ એટલે જળ શક્તિ,જ્ઞાન શક્તિ,સંરક્ષણ શક્તિ,ઉર્જા શક્તિ અને જનશક્તિ,જેના કારણે ગુજરાત દેશનું રોલ મોડલ બન્યું છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાતિ કે ધર્મને અનુલક્ષીને ગુજરાતના વિકાસ માટે કામ કર્યું છે.સી.આર.પાટીલજી જેવા જનપ્રતિનિધિ હોય તો પ્રજાને કોઈ મુશ્કેલી ન પડે.જનપ્રતિનિધિ કેવા હોય છે તેનું ઉત્તમ ઉદાહરણ સી.આર.પાટીલ છે.નવસારીના સંસદસભ્ય તરીકે સી.આર. પાટીલ હંમેશા એ વિચારીને કામ કરે છે કે તેમના મત વિસ્તારનો કોઈ નાગરિક મુશ્કેલીમાં ન આવે.કોવિડ જેવા રોગચાળામાંથી આપણે બહાર આવી ગયા હોવા છતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં વિકાસના કામો માટે પાણીની અછત ન સર્જાય તેનું આયોજન કર્યું છે.

નવસારી જિલ્લા માટે દરિયાઈ ખારાશ આગળ વધતી અટકાવવા તથા મીઠા પાણીના જળસંગ્રહની યોજના પૂર્ણા ટાઇડલ રેગ્યુલેટરનો ખાતમૂહુર્ત સમારોહ. સ્થળ : વિરાવળ-ક્સ્બાપાર, જિલ્લો નવસારી https://t.co/MgkGpvrSEY

— Bhupendra Patel (@Bhupendrapbjp) April 18, 2023

આ પ્રસંગે બોલતા નવસારીના સાંસદ અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાત રાજ્યના 65 ટકા વરસાદી પાણી દક્ષિણ ગુજરાતમાં છે.પાટીલે જણાવ્યું હતું કે, આ યોજના પૂર્ણ થયા બાદ નવસારી સહિત આસપાસના 23 ગામોને પીવાનું મીઠું પાણી મળશે.પાટીલે કહ્યું કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી અમે દાંડીનો વિકાસ કરવાની માંગણી કરી હતી.દાંડી એક ઐતિહાસિક સ્થળ હોવાને કારણે તેનો ઘણો વિકાસ થયો છે.આ પ્રસંગે મંત્રી કુંવરજી બાવળિયા,મુકેશભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

ભારતને પકોડાની જરૂર છે કે ટોયોટા કારની, અર્થવ્યવસ્થા પર લેખકના અનેક આવા સવાલ
જેફ બેઝોસ પર્યાવરણની જાળવણી માટે રૂ 7,800 કરોડનું ભંડોળ આપશે
સુરત એરપોર્ટ પર મુસાફરોની અવરજવર ઘટી,કોરોના રિપોર્ટ ફરજીયાત કરાતાં માર્ચમાં હવાઈ મુસાફરીમાં ઘટાડો
ગેંગસ્ટર ગોલ્ડી બ્રાર દેશના 25 મોસ્ટ વોન્ટેડ ગુનેગારોની યાદી નામ સામેલ
ખેડૂત આંદોલનથી ધંધા-ઉદ્યોગોને 14 હજાર કરોડ રૂપિયાનું નુકસાન..!
Share This Article
Facebook Email Print
Previous Article દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના 7 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
Next Article ના હોય ! હોસ્પિટલમાં કોવિડથી મૃત્યુ પામનાર વ્યક્તિ 2 વર્ષ બાદ ઘરે પરત ફર્યો !
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up