CNNના પ્રખ્યાત ટેલિવિઝન એંકર ક્રિસ કુમોઓ આજકાલ સાવ ખોટા કારણે ચર્ચામાં છે.થયું એમ કે ક્રિસનાં પત્ની ક્રિસ્ટિન યૂનવેન કુમોઓ તેમનાં ઘરનાં બગીચામાં યોગ કરી રહ્યા હતા.તેમણે પોતાના વર્કઆઉટનો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો.હવે એક તરફ જ્યાં ક્રિસ્ટીના અનવેન કુઓમો એક તરફ યોગ કરતી જોવા મળી હતી.બીજી તરફ ,વીડિયોમાં કંઈક એવું હતું ,જેની કોઈ કલ્પના પણ તમે નહીં કરી શકો.આ યોગ વીડિયોમાં ક્રિસ્ટીના ઉનવેન કુઓમો સિવાય,કેમેરામાં બીજી એક વ્યક્તિ પણ હતી જે કેમેરામાં પર કોઈ કપડા વગર પાછળ ઉભી હતી.આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર થતાંની સાથે જ આ વીડિયો દાવાનળની માફક ફેલાયો હતો.આ વીડિઓ પર ટિપ્પણી કરતા લોકોએ લખ્યું કે , ” કપડા વગરની આ વ્યક્તિ ટીવી એન્કર ક્રિસ કુઓમો છે”.
આ વીડિઓને ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યા પછી તરત જ હટાવી લેવાયો હતો પણ ત્યા સુધીમાં તો ધારદાર નજર ધરાવતા સોશ્યલ મીડિયા યુઝર્સે તો સ્ક્રિન શોટ લઇ લીધો હતો અને પછી તે ટ્વિટર પર જોરદાર વાઇરલ થયો હતો. ટીવી એન્કર ક્રિસ કુમોમો ન્યૂયોર્કના ગવર્નર એન્ડ્ર્યુ કુમોનો નાનો ભાઈ છે.અને કોરોનાવાયરસ રોગચાળા દરમિયાન,તે તેના ઘરના બેઝમેન્ટમાંથી રિપોર્ટ કરતો જોવા મળ્યો હતો. એટલું જ નહીં,તે આજકાલ પત્ની અને ત્રણ બાળકો સાથે લોંગ આઇલેન્ડના વિલામાં રહી રહ્યો છે.31 માર્ચે ક્રિસ કુમોએ જણાવ્યું હતું કે તેમને COVID 19માં ચેપ લાગ્યો હતો.તેમણે પોતાના અનુભવ અને આ રોગના ગંભીર લક્ષણો વિશે પણ વાત કરી.તેણે કહ્યું કે તાવ દરમિયાન તેના દાંતમાં પણ તકલીફ થઇ હતી. બાદમાં ધી સનમાં રિપોર્ટ આવ્યો હતો કે તેમને ફેફસામાં તકલીફ હતી પણ તેમની તબિયત ધીરે ધીરે સુધરી રહી હતી,તે પુરેપુરા સાજા નથી પણ કામ કરી રહ્યા છે.


