ચીનથી શરુ થયેલી કોરોના મહામારીનો હાલ વિશ્વ સામનો કરી રહ્યું છે. વિશ્વમનાં કોરોના સંક્રમિતોનો આંક પણ વધીને 10,30,193 પર પહોંચી ગયો છે. જ્યારે કોરોનાને કારણે મૃત્યુ પામનારની સંખ્યા પણ વધીને 54198 થઈ ગઈ છે. કોરોનાને કારણે લગભગ અડધુ વિશ્વ બંધ અવસ્થામાં છે, ત્યારે વિવિધ ઉદ્યોગોને પણ તેની અસર જોવા મળી રહી છે.
મેક્સિકોમાં આરોગ્યની કટોકટી શરૂ
યુકેમાં દારુને આવશ્યક ચીજવસ્તુઓમાં સામેલ કરાઈ છે. તો ભારતમાં પણ લોકડાઉન દરમિયાન દારુ ન મળવાને કારણે 7 લોકોએ આત્મહત્યા કરવાના બનાવ પણ તાજેતરમાં બન્યા છે.કોરોના વાયરસની અસર વિશ્વભરના ઉદ્યોગોને પડી છે. ત્યારે મેક્સિસોની પ્રસિદ્ધ બીયર બ્રાન્ડને પણ કોરોનાની અસર પડી છે. મેક્સિકોમાં કોરોના બિઅર પ્લાન્ટ બંધ થઈ ગયો છે. COVID -19 રોગચાળાને કારણે મેક્સિકોમાં આરોગ્યની કટોકટી શરૂ થવાને કારણે બિઅરનું ઉત્પાદન બંધ કરવામાં આવ્યું છે.
કંપનીએ ઉત્પાદન બંધ કર્યુ
કોરોના બીઅર દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, કોરોના વાયરસ રોગચાળાના ફેલાવાને ધીમું કરવા પગલાં લેવામાં આવ્યા છે. 30 એપ્રિલ સુધીમાં તમામ બિન-આવશ્યક પ્રવૃત્તિઓને સ્થગિત કરવાના મેક્સિકન સરકારના આદેશને પગલે કંપનીએ તેનું ઉત્પાદન પણ બંધ કરી દીધું છે. કોરોના ઇન્ફેક્શનના કેસોમાં વધારો થતાં, સોશ્યલ મીડિયા પર કોરોના નામથી કેટલાય મીમ્સ અને વીડિયોનું ઘોડાપૂર ચાલ્યું છે. સાથે જ મેક્સિકોની બિઅર બ્રાન્ડ કોરોનાને કોરોના બીઅર વાયરસ અને બીઅર કોરોના વાયરસ નામથી ઓનલાઈન સર્ચ વધી જતાં તેમાં મેક્સિકોની બિયરબ્રાન્ડ ચડી ગઈ છે.
કોરોના બિયર ત્રીજા નંબરની લોકપ્રિય બ્રાન્ડ
રોગચાળાને કારણે કોરોના બીઅરને મોટું નુકસાન થયું છે. કંપનીનું કહેવું છેકે, કોરોના નામ સૂરજની આભા મંડળથી જોડાયેલું છે. કોરોના બિયરને નક્ષત્ર સાથે જોડેલું છે, પરંતુ તેને આ વાયરસ સાથે કોઈ લેવા દેવા નથી. એક રેન્કિગ મુજબ કોરોના બિયર અમેરિકામાં ત્રીજા નંબરની સૌથી લોકપ્રિય બ્રાન્ડ છે. કંપનીએ અનેક વખત તેનો ખુલાસો કરવાનો પ્રયાસ કર્યો છે. બજારનું નિરીક્ષણ કરતી કંપનીના ડેટા અનુસાર અમેરિકામાં પુખ્ત વયના લોકો વચ્ચે કોરોના બિઅર ખરીદવાનો ટ્રેન્ડ બે વર્ષના તળિયે ગયો છે. યુએસમાં વેચાતી બીયર બ્રાન્ડ્સમાં ગિનીસ પ્રથમ અને હેનકેન બીજા સ્થાને છે.
Coronaએ તો કોરોના બીયરને પણ લીધુ ભરડામાં, નામ સરખુ હોવાથી કંપની મુકાઈ મુશ્કેલીમાં