કોરોના વાયરસના ભારતમાં 172 કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમા વધુ બે કેસ નોંધાયા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવે દ્વારા 168 ટ્રેન રદ કરવામાં આવી છે. તેમજ આજે પીએમ મોદી કોરોને લઈને દેશને સંબોધન કરવા જઈ રહ્યા છે. જેને લઈને દેશમાં લોક ડાઉન થશે એવી અટકણો ચાલી રહી છે.
-100 ટકા રિફન્ડની વાત પણ રેલવે દ્વારા કરવામાં આવી
-21 માર્ચથી 31 માર્ચ સુધીની આ 168 ટ્રેન કેન્સલ
પશ્ચિમ-મધ્ય રેલવે અને ઉતર રેલવેએ 11-11 ટ્રેન રદ કરી
ભારતીય રેલવે દ્વારા કોરોના વાયરસની સામે લડવા માટે અનેક પગલા ભરવામાં આવી રહ્યા છે. ત્યારે તકેદારીના ભાગ રુપે 168 ટ્રેનો રદ કરવામાં આવી છે. ભારતીય રેલવેએ સાવચેતીના પગલા રૂપે 100થી વધુ ટ્રેનોને રદ કરી છે. પશ્ચિમ-મધ્ય રેલવે અને ઉતર રેલવેએ 11-11 ટ્રેન રદ કરી છે. અધિકારીઓએ મંગળવારે ઝોનલ રેલવે કેટરિંગ સ્ટાફ માટે નિર્દેશ આપ્યા કે શરદી, ખાંસી, તાવથી પીડિત કોઈ પણ કર્મચારીને ખાવા-પીવાની જવાબદારી ન સોંપવામાં આવે.
100 ટકા રિફન્ડની વાત પણ રેલવે દ્વારા કરવામાં આવી
કેન્સલ કરવામાં આવેલી ટ્રેનમાં કરાયેલા બુકિંગના પૈસા મુસાફરોને પાછા આપવામાં આવશે. આ ઉપરાંત અન્ય ટ્રેનોમાં એડવાન્સ બુકિંગ કરાવ્યું હોય અને કોઈ કેન્સલ કરાવશે તો તેમના કેન્સલેશ ચાર્જ કપાશે નહીં. મુસાફરને 100 ટકા રિફન્ડની વાત પણ રેલવે દ્વારા કરવામાં આવી છે.
21 માર્ચથી 31 માર્ચ સુધીની આ 168 ટ્રેન કેન્સલ
ઉલ્લેખનીય છે કે ભારતમાં 172 કેસ સામે આવ્યા છે. જેને પગલે 21 માર્ચથી 31 માર્ચ સુધીની આ 168 ટ્રેન કેન્સલ કરવામાં આવી છે. સરકાર દ્વારા વારંવાર લોકોને હાઈજિન રાખવા લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે.