કોરોનાનાં કારણે દુનિયાભરની ઇકોનોમીની હાલત કફોડી થઈ ગઈ છે,પરંતુ આ માહોલમાં પણ ભારત માટે સારા સમાચાર છે.ચીનમાં સક્રિય લગભગ 1000 કંપનીઓ હવે ભારતમાં અવસરો શોધવાની તલાશ કરી રહી છે.એક રિપોર્ટ પ્રમાણે કોરોના વાયરસનાં કારણે ચીનમાં વિદેશ કંપનીઓને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.આ સ્થિતિમાં લગભગ 1000 વિદેશી કંપનીઓ ભારતમાં એન્ટ્રી કરવાનું વિચારી રહી છે.આમાંથી લગભગ 300 કંપનીઓ ભારતમાં ફેક્ટરી લગાવવાને લઇને મન બનાવી ચુકી છે.
1000 કંપનીઓ અલગ-અલગ સ્તર પર વાતચીત કરી રહી છે
આ સંબંધમાં સરકારનાં અધિકારીઓ સાથે વાતચીત પણ ચાલી રહી છે. રિપોર્ટ પ્રમાણે અધિકારીએ કહ્યું કે,’વર્તમાનમાં લગભગ 1000 કંપનીઓ અલગ-અલગ સ્તર પર વાતચીત કરી રહી છે.આ કંપનીઓમાંથી અમે 300 કંપનીઓ પર વિચારણા કરી છે.’કેન્દ્ર સરકારનાં અધિકારીનાં જણાવ્યા પ્રમાણે વાયરસનાં નિયંત્રણમાં આવવાની સ્થિતિ આપણા માટે સારી હશે અને ભારત વૈકલ્પિક મેન્યુફેક્ચરિંગ હબ તરીકે ઉભરશે.
ચીનનાં હાથમાંથી મેન્યુફેક્ચરિંગ હબનો તાજ છીનવાઈ જવાનો ખતરો
આ 300 કંપનીઓ મોબાઈલ, ઇલેક્ટ્રોનિક્સ, મેડિકલ ડિવાઇસ,ટેક્સટાઇલ્સ અને સિંથેટિક ફેબ્રિક્સનાં ક્ષેત્રમાં સક્રિય છે અને હવે ભારતમાં આવવા ઇચ્છે છે.જો સરકાર તરફથી પોઝિટિવ રિસ્પોન્સ રહ્યો તો આ ચીન માટે મોટો ઝાટકો હશે.સાથે જ ચીનનાં હાથમાંથી મેન્યુફેક્ચરિંગ હબનો તાજ છીનવાઈ જવાનો ખતરો રહેશે. કેન્દ્રની મોદી સરકાર સતત વિદેશી રોકાણકારોને આકર્ષવાનાં પ્રયત્નો કરી રહી છે.ગત વર્ષે કૉર્પોરેટ ટેક્સ ઘટાડીને 25.17 કરી દીધો હતો.તો નવી ફેક્ટરીઓ માટે ટેક્સ ઘટાડીને 17 ટકા પર લાવી દીધો હતો.
ટેક્સ દક્ષિણ-પૂર્વ એશિયામાં સૌથી ઓછો
આ ટેક્સ દક્ષિણ-પૂર્વ એશિયામાં સૌથી ઓછો છે. સરકારે મિનિમમ અલ્ટરનેટ ટેક્સમાં રાહત આપી છે.કંપનીઓને હવે 18.5 ટકાની જગ્યાએ 15 ટકાનાં દરથી MAT આપવાનો રહેશે.ઉલ્લેખનીય છે કે MAT એ કંપનીઓ પર લગાવવામાં આવે છે જે નફો તો કમાય છે,પરંતુ છૂટછાટનાં કારણે તેમના પર ટેક્સની લેણદારી ઓછી હોય છે.