દેશભરમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે.છેલ્લા કેટલાક દિવસથી દરરોજ કોરોના વાયરસ પોતાના જ રેકોર્ડ તોડી રહ્યું છે ત્યારે દેશની જાણીતા લોકો પણ કોરોના વાયરસની ઝપેટમાં આવી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીનાં દિગ્ગજ પ્રવક્તા સંબિત પાત્રાને કોરોના વાયરસના લક્ષણો દેખાતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
સંબિત પાત્રામાં દેખાયા કોરોનાના લક્ષણ
દેશમાં કોરોના વાયરસના હાહાકાર વચ્ચે દેશભરની ન્યૂઝ ચેનલમાં ભાજપનો ચહેરો બનીને આવતા પ્રવક્તા સંબિત પાત્રામાં કોરોના વાયરસના લક્ષણો દેખાયા છે.હાલમાં તેમને ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે સંબિત પાત્રા પોતે પણ એક તબીબ છે અને ન્યૂઝચેનલમાં ડિબેટ દરમિયાન વિરોધીઓને જડબાતોડ જવાબ આપવા માટે પણ તેઓ ખૂબ લોકપ્રિય છે.

