પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલ પર દેશના બિઝનેસમેનો પીએમ કેયર્સ ફંડમાં યોગદાન આપી રહ્યા છે. અદાણી ફાઉન્ડેશને આ ફંડ માટે 100 કરોડ રૂપિયાનું દાન કર્યું છે. અદાણી ગ્રુપ તરફથી નિવેદન જાહેર કરી કહેવામાં આવ્યું છે કે, તેઓ આ સિવાય પણ અન્ય રિસોર્સથી સરકાર અને દેશની જનતાની મદદ કરશે.જેએસડબલ્યૂ ગ્રુપ 100 કરોડ રૂપિયા
અદાણી ગ્રુપ ઉપરાંત દેશના ગણા ઉદ્યોગપતિઓ મદદ માટે આગળ આવ્યા છે. જેએસડબ્લ્યુ જૂથે રવિવારે કહ્યું હતું કે તે કોરોના વાયરસ મહમારી સામે લડવા માટે 100 કરોડની સહાય પૂરી પાડશે. આ નાણાકીય સહાય ઉપરાંત, સજ્જન જિંદાલની આગેવાની હેઠળના જૂથ આરોગ્ય કર્મચારીઓને જરૂરી સાધનો પણ પૂરા પાડશે અને તેના કર્મચારીઓ વાયરસના ફેલાવાને રોકવા માટે એક દિવસનો પગાર દાન કરશે. જેએસડબ્લ્યુ ગ્રૂપે એક નિવેદનમાં જણાવ્યું છે કે, ‘જેએસડબ્લ્યુ ગ્રુપ વર્તમાન કોવિડ_19 કટોકટીની સ્થિતિમાં’ વડા પ્રધાન નાગરિક સહાયતા અને રાહત ભંડોળ ‘(પીએમ-કેયર્સસ ફંડ)માં 100 કરોડ આપશે.
Cello ગ્રુપે પીએમ કેયર્સ ફંડમાં 3.5 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે.પ્રધાનમંત્રી મોદીએ ગ્રુપના ચેરમેન પ્રદીપ અને પંકજ રાઠોડનો આભાર માન્યો. આ સિવાય અક્ષય કુમારે 25 કરોડ, ટી-સિરીઝ માલિક ભૂષણ કુમારે પણ 11 કરોડ રૂપિયા દાન આપવાનું એલાન કર્યું છે.