– પાટીલને હાઇકમાન્ડે ચૂપ કરાવી દીધા..!
ભાજપમાં આમ તો વિધાનસભા ટિકિટની ફાળવણીનો આખરી નિર્ણય પાર્લમેન્ટરી બોર્ડ લેતું હોય છે.અલબત્ત, ગુજરાતમાં છેલ્લા કેટલાક મહિનાઓથી પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ જાહેર કાર્યક્રમોથી લઈને પક્ષની બેઠકોમાં કડક માસ્તરની જેમ વિધાનસભાની ટિકિટની સત્તા પોતાના હાથમાં હોય એવો ઉલ્લેખ કરતા હતા.આ કારણે સિનિયર નેતાઓમાં ગંભીર પ્રત્યાઘાત પડ્યા હતા અને છેક દિલ્હી દરબાર સુધી ફરિયાદ પહોંચી ગઈ.કદાચ આ કારણથી જ હાઈકમાન્ડે પાટીલને સ્પષ્ટ સૂચના આપી હોવાનું કહેવાય છે કે ભાઉસાહેબ…બસ થયું, વિધાનસભાની ટિકિટના મામલે નિવેદન કરવાનું બંધ કરી સંગઠનનું કામ કરો.
અત્રે નોંધનીય છે કે સી.આર પાટીલ પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ દક્ષિણ ગુજરાતના રાજકારણમાં પણ ગુંચવાડો સર્જાયો છે.ભાજપનો આંતરિક જૂથવાદ ચરમસીમાએ પોંહચયો હોવાનો ગણગણાટ પક્ષના જ સિનિયર તેમજ પાયાના કાર્યકરોમાં થઇ રહ્યો છે.પાટીલે અનેકવાર જાહેરમંચ પરથી પક્ષના સિનિયર નેતાઓ તેમજ આગેવાનોને ચીમકી આપી ચુક્યા છે જેમાં સંગઠનને લઇ એવું પણ કહી ચુક્યા છે કે કામ કરો નહિ તો હિસાબ તો થશે જ.આ ઉપરાંત ગુજરાત ભાજપના એક વિશેષ વર્ગના નેતાઓ પણ જયારથી સી.આર પાટીલને પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા ત્યારથી ખાસ્સા નારાજ હોવાનો સુર પણ ભાજપમાં ઉઠવા પામ્યો છે.સી.આર પાટીલ બોલવામાં અસ્પષ્ટ હોય અનેક કાર્યકર્તાઓ તેમજ સુરત જિલ્લા અને દક્ષિણ ગુજરાતના ટોચના 2 થી 3 મંત્રીઓ પણ સી.આર પાટીલથી અંતર રાખી રહ્યા હોવાની પણ ભાજપમાં વ્યાપક ચર્ચા ચાલી રહી છે.
વધુમાં મોટાભાગના ભાજપના આગેવાનો અને નેતાઓ સી.આરના સ્વભાવથી વાકેફ હોઈ મોટાભાગે રાજકીય કાર્યક્રમો અને પક્ષથી અંતર કરી લેવાનું પણ મુનાસીબ માની રહ્યા છે.ભાજપના આંતરિક સૂત્રોના જણવ્યા મુજબ સુરત જિલ્લા ભાજપમાં હવે માત્ર સી.આર કેમ્પના કહ્યાગરા સંદીપ દેસાઈ આણી મંડળી જ વહીવટ કરી રહી હોવાનો પણ વ્યાપક ગણગણાટ જોવા મળી રહ્યો છે.પાર્ટીના એક વિશેષ વર્ગના નેતાઓ સી.આરની આ પોલિસીને લઇ ખાસ્સા નારાજ છે તેમજ આવનારી વિધાનસભામાં આંતરિક જૂથવાદ અને બળાપો ભાજપને ડેમેજ કંટ્રોલ કરવામાં મુશ્કેલી સર્જી શકે તેવી શક્યતા હાલના તબબકે ઉદ્દભવી છે અને પાર્ટી હાઇકમાન્ડએ સી.આર પાટીલને વિધાનસભા ચૂંટણીની ચિંતા છોડી સંગઠન મજબૂત કરવાનું કહેતા ભાજપના આંતરિક જૂથવાદ અને સી.આર પાટીલના પક્ષમાં એકત્વના સિદ્ધાંતને ગંભીરતાથી લેવાઈ રહ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે.
વિધાનસભાની ટિકિટના મામલે નિવેદન કરવાના મુદ્દે હાઇકમાન્ડ ખાસ કરીને પોતાને સત્તાના કેન્દ્રમાં સાબિત કરી રહેલા સી.આર પાટીલને લાંબા સમયના મોનીટરીંગ બાદ ઈશારામાં જ જણાવી દીધું હોઈ એવું લાગી રહ્યું છે કે આપ વિધાનસભા ચુંટણીની ફિકર છોડી સંગઠનને મજબૂત કરવા નહિ કે મજબુર કરવાના કાર્યમાં વ્યસ્ત રહો.