સુરત : ટીકા અને ચર્ચાની વચ્ચે સુરત ભાજપ કાર્યાલય પર ઈંજેક્શનનું વિતરણ યથાવત છે.સુરત માટે સી.આર.પાટીલ અન્ય રાજ્યોમાંથી ઈંજેક્શન લાવ્યા હોવાનો મજુરાના ધારાસભ્ય હર્ષ સંઘવીએ ખુલાસો કર્યો છે.હર્ષ સંઘવીએ દાવો કર્યો હતો કે મોંઘા ભાવે પણ રૂપિયા ચૂકવી જે રાજ્યોમાં સ્ટોક હતો ત્યાંથી ઈંજેક્શન લાવવામાં આવ્યા છે. હર્ષ સંઘવીએ જણાવ્યું કે નિયમો તોડીને ઈંજેક્શન લાવતા કોઈ પાપ કર્યુ નથી કર્યુ.
અત્રે નોંધનીય છે કે, ભાજપના કાર્યાલયથી ઈંજેક્શન વિતરણને લઈને વિવાદ વકર્યો છે.સોશિયલ મીડિયા પર સી.આર.પાટીલની ટીકા સામે હર્ષ સંઘવી ભાજપ અને પાટીલના સમર્થનમાં આવ્યા છે.ફેસબુક પર પત્ર પોસ્ટ કરીને સંઘવીએ પાટીલ અને ભાજપનો બચાવ કર્યો હતો.રાજ્યમાં રેમડેસીવીર ઇન્જેક્શનની અછત હોવાના અહેવાલ વચ્ચે સી.આર પાટીલ દ્વારા ઈન્જેક્શન વિતરણ કરવામાં આવતા ભારે વિવાદ થયો છે.


