રાજ્યની પોલીસ બદલીને લઈને એક મહત્વના સામાચાર આવ્યા છે.રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.હવે પછી પોલીસ અધિકારીઓએ નામજોગ માંગણી કરેલા કર્મચારીઓની બદલી થશે નહીં. IPS અધિકારી પોતાના પસંદીતા PI કે PSIની માંગ કરી શક્શે નહી.
અધિકારીઓ પોતાના પસંદીતા PI અને PSIની બદલી નહી કાવી શકે
રાજ્યમાં જ્યારે પણ પોલીસ અધિકારીઓની વહીવટી બદલી થતી હોય છે ત્યારે અમુક અધિકારીઓ પોતાના પસંદીતા PI અને PSIની બદલી પોતાની પાસે કરાવતા હોય છે.અધિકારીઓ પોતાની અંગત ભલામણના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે ત્યારે હવે આ વાત રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયને ધ્યાને આવી છે.આ પ્રકારની ગતિવિધી રોકવા માટે કડક પ્રયાસો હાથ ધરાઈ છે.રાજ્યમાં કેટલીક રજુઆતની તપાસ કરતા કેટલાક કિસ્સાઓમાં કેટલાક અધિકારીઓએ તેમના હેઠળની કચેરી ખાતે PI અને PSIની નિમણૂંક આપવા રજૂઆત કરી છે.
ડીજીપીએ એક પરિપત્ર બહાર પાડ્યો હતો
રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.આ પરિપત્રની અંદર જણાવવામાં આવ્યુ છે કે રાજ્ય પોલીસ દળની વિવિધ કચેરીઓના અધિકારીઓ તેમની કચેરી માટે PI અને PSI સંવર્ગમાં અમુક ચોક્કસ અધિકારીઓની નામ જોગ માંગણી કરે છે.આવી રજૂઆતોને અત્રેથી પ્રોત્સાહન આપવામાં આવશે નહીં.આ પરિપત્રમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે ફરજ મોકુફ ઉપરથી ફરીથી હાજર થયેલા પોલીસ અધિકારીઓ તેઓને જે કચેરીની ફરજ દરમિયાન ફરજ મોકુફ થયેલ છે.તે જ કચેરીના વડા દ્વારા તેમની ફરીથી માંગણી કરવામાં આવે છે.આ બાબત ગંભીર જણાતા આ પ્રકારની રજૂઆતોને પણ અત્રેથી પ્રોત્સાહન આપવામાં આવશે નહીં.