– સરકારી રાહત છતાં 1.37 લાખ કોમર્શિયલ વીજ બીલમાં ફિક્સ ચાર્જનો ઉલ્લેખ
વલસાડ, 29 મે : સરકારે કોમર્શિયલ ગ્રાહકોના વીજ બીલમાં ફિક્સ ચાર્જ માફ કરવાની જાહેરાત કરી હતી.DGVCL દ્વારા વલસાડના કોમર્શિયલ ગ્રાહકોને ફિક્સ ચાર્જ સાથે બીલ અપાતા ગ્રાહકો ચોકી ઉઠ્યા હતા.મે માસ સુધી કોમર્શિયલ ગ્રાહકોને ફિક્સ ચાર્જમાં માફી આપી હતી.તેમ છત્તા DGVCL દ્વારા વાપી સહિત જિલ્લામાં કોમર્શિયલ ગ્રાહકોને વીજ બીલમાં ફિક્સ ચાર્જ સાથે આપ્યા હતા.વલસાડ ડિવિઝનમાં 1.37 લાખ કોમર્શિયલ ગ્રાહકોને વીજ બીલમાં ફિક્સ ચાર્જ માફ કરવાથી ડિવિઝનને અંદાજે 30 કરોડની નુકશાની ભોગવવાનો વારો આવ્યો છે.22મે થી વીજ કંપનીએ સરકારમાંથી પરવાનગી મેળવીને વીજ બીલની શરૂઆત કરી છે.જેમાં શરૂઆતના દિવસોમાં ટેક્નિકલ એરર અને લઈને કોમર્શિયલ ગ્રાહકોને ફિક્સ ચાર્જ સાથે વીજ બીલ છબરડા લાગ્યા હતા.ગ્રાહકે દિવ્ય ભાસ્કરનું ધ્યાન દોરતા મામલો પ્રકાશમાં આવ્યો હતો.કેટલાક કોમર્શિયલ ગ્રાહકોએ ઓનલાઇન ફરિયાદ પણ કરી હતી.વીજ કંપની દ્વારા ટેક્નિકલ એરર આવી હોવાથી ફિક્સ ચાર્જ બીલમાં આવ્યો હોવાનું રટણ કરી રહી છે.જે ગ્રાહકોના બીલમાં ફિક્સ ચાર્જ લગાવવામાં આવ્યો છે.તેવા ગ્રાહકોને વીજ બીલ બારી પરથી માફ કરી આપવામાં આવશે.જે ગ્રાહકોએ બીલ ભરી દીધાં છે તેવા ગ્રાહકોને આવતા બીલમાં ફિક્સ ચાર્જ માફી મળી જશે.
રાજ્ય સરકારે કોમર્શિયલ ગ્રાહકોના બીલમાં ફિક્સ ચાર્જ માફ કરવામાં આવ્યો હોવાની જાહેરાત કરવામાં આવી હતી.તેમ છત્તા વીજ કંપની દ્વારા બીલમાં ફિક્સ ચાર્જ કરવા બદલ ઓનલાઇન રજુઆત કરી હતી.વીજ કંપની પાસેથી કોઈ સંતોષ કારક જવાબ મળ્યા નહિ.વીજ કંપની ફિક્સ ચાર્જ બાદ નહિ આપે તો લેખીત ફરિયાદ કરીશ.
થોડા બીલોમાં ફિક્સ ચાર્જ લાગ્યો છે
વલસાડ ડિવિઝનમાં 1.37 લાખ કોમર્શિયલ ગ્રાહકો છે.સરકારે આપેલી સૂચનાના આધારે ફિક્સ ચાર્જ માફ કરવામાં આવ્યા છે.કેટલાક કોમર્શિયલ ગ્રાહકોના વપરાશ મુજબ દર મહિને કે દર બે મહિને વીજ બીલ આપવામાં આવે છે.કોમર્શિયલ તમામ ગ્રાહકોને એક બીલમાં ફિક્સ ચાર્જ માફી આપવામાં આવશે.હાલે થોડી ટેક્નિકલ એરરને લઈને કેટલાક કોમર્શિયલ ગ્રાહકોને ફિક્સ ચાર્જ સાથે બીલ મળ્યા છે.તેવા ગ્રાહકોને ફિક્સ ચાર્જ માફ કરીને બીલ ચૂકવવાનું રહેશે.


