DHFL કેસમાં CBIએ મોટી કાર્યવાહી કરી છે અને અજય નાવંદરની મુંબઈથી ધરપકડ કરવામાં આવી છે.સીબીઆઈએ દાવો કર્યો છે કે અજય નાવંદર અંડરવર્લ્ડ ડોન દાઉદનો સાથી છે.CBIએ આશંકા વ્યક્ત કરી છે કે અજય નાવંદરે દાઉદ અને છોટા શકીલને DHFL કૌભાંડ માટે ચૂકવણી કરી હતી.DHFL કેસમાં આ એક મોટું પગલું છે અને CBIને આ કેસમાં નવી દિશા મળવાની આશા છે.
CBIએ આરોપ લગાવ્યો છે કે DHFL દ્વારા 17 બેન્કોમાંથી પૈસા લઈને મોટું કૌભાંડ કર્યા બાદ અજય નાવંદરે હવાલા મારફતે ભારતની બહાર પૈસા મોકલ્યા હતા.સીબીઆઈને એવી પણ શંકા છે કે આ પૈસા દાઉદ અને છોટા શકીલ સુધી પહોંચ્યા હતા અને તેનો ઉપયોગ ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં થયો હતો.અજય નાવંદરની ધરપકડ બાદ સીબીઆઈ આ કેસમાં અંડરવર્લ્ડ અને રાજકીય જોડાણોની તપાસ કરી રહી છે.અજય નાવંદરની મુંબઈથી ધરપકડ કરવામાં આવી છે અને દિલ્હીમાં CBI ઓફિસ લઈ જવામાં આવ્યો છે.નાવંદરે તેના હવાલા નેટવર્કનો ઉપયોગ વઢવાણ બંધુઓના પૈસા અંડરવર્લ્ડમાં મોકલવા માટે કર્યો હતો.અજય નાવંદર એક સામાજિક કાર્યકર છે અને રાજકારણીઓ સાથે જોડાણ ધરાવે છે.તેથી સીબીઆઈ આ કેસમાં કોઈ રાજકીય સંડોવણી છે કે કેમ તેની પણ તપાસ કરી રહી છે.


