આણંદ : આણંદના કલેક્ટરને મહિલા અધિકારીઓને પોતાની કેબિનમાં બેસાડીને વાસનાની ભૂખ સંતોષવી મોંઘી પડી હતી.સરકારે તો પાણીચું પકડાવ્યું,પરંતુ ઈજ્જત આબરુ ગઈ તે અલગ.આ સાથે જ સરકારી ગલિયારાઓમાં હવે ફફડાટનો માહોલ બની ગયો છે. એક મહિલા અધિકારીએ સ્પાય કેમેરા ગોઠવીને કલેક્ટર સાહેબની જ પોલ ખોલી નાંખી.ત્યારે સરકારી ઓફિસોમાં આવા ખેલ કરનારા સરકારી બાબુઓમાં હવે ફફડાટ પેસી ગયો છે.ભૂતકાળમાં કરેલા કારસ્તાનો બહાર આવી જાય તેવો ડર તેમને સતાવી રહ્યો છે.સસ્પેન્ડેડ કલેક્ટરની જેમ અન્ય કેટલાક શોખીન બાબુઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.
ડીએસ ગઢવીથીના સસ્પેન્શન ઓર્ડરથી હવે ગાંધીનગરના નવા સચિવાલય તેમજ અન્ય ઓફિસોમાં ફરજ બજાવતા કેટલાક સિનિયર આઈએએસ અધિકારીઓની કેબિનમાં આજે પણ મહિલા અને યુવતી કર્મચારીઓના આંટાફેરા ચાલુ હોય છે.તો કેટલાયની કેબિનોમાં યુવતીઓ લાંબો સમય બેસી રહે છે.આજે પણ અધિકારીઓની આવી હરકતોને કારણે બહાર મુલાકાતીઓની લાંબી લાઈનો લાગે છે,પરંતું અંદર તો ખેલ ચાલતા હોય છે.ત્યારે હવે આ અધિકારીઓમાં રીતસરનો ફફડાટ ફેલાયો છે.આ પહેલા આઈએએસ ગૌરવ દહિયા પણ સેક્સ કાંડનો ભોગ બન્યા હતા,તેમને હાલમાં જ ફરી સરકારમાં લેવાયા છે.ત્યારે આવા અનેક અધિકારીઓ ફસાઈ શકે છે. અધિકારીઓને ડર છે કે, ક્યાંક તેમના પણ આવા કૌભાંડો બહાર ન આવે.
આણંદના કલેક્ટરને સસ્પેન્ડ કરાયા બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો છે. ACS સુનયના તોમર કમિટિ આજે આણંદ જિલ્લા કલેક્ટર કચેરીમાં રૂબરૂ જઈને તપાસ કરશે.ભાગબટાઈના ઝઘડામાં નજીકના જ અધિકારીએ વીડિયો વાઈરલ કર્યાની થિયરી સામે આવી રહી છે.જોકે, આણંદ કલેકટરને સસ્પેન્ડ કર્યા બાદ કચેરીમાં સન્નાટો વ્યાપી ગયો છે.આખી કલેકટર કચેરીમાં સન્નાટો જોવા મળ્યો છે.સ્ટાફ દ્વારા કલેકટરની ચેમ્બર્સમાંથી ફાઈલો ખસેડી લેવામાં આવી છે.