– મૌલાના સાદના બેન્ક એકાઉન્ટમાં વિદેશોથી મોટી માત્રામાં ફન્ડના નામે રૂપિયા જમા થયા
નિઝામુદ્દીન સ્થિત જમાતના કાર્યક્રમમાં લોકોને બોલાવનારજમાતના કાર્યક્રમમાં લોકોને બોલાવનાર મૌલાના સાદની મુશ્કેલી વધી છે.ઇડીએ મૌલાનાસાદ અને અન્ય વિરુદ્ધ મની લોન્ડ્રિંગ એક્ટ/ પીએમએલએ (PMLA)ના હેઠળ કેસ નોંધ્યો છે.ન્યૂઝ એજન્સી એએનઆઇ સૂત્રોને આ જાણકારી આપી છે.મૌલાના સાદ અને તેમના નજીકના સહયોગીઓને જલ્દી જ પૂછપરછ માટે બોલાવવામાં અકિલા આવશે.આ મામલાની તપાસ કરી રહેલી ક્રાઇમ બ્રાન્ચે મૌલાના સાદને લઇને મોટો ખુલાસો કર્યો છે.
ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ અનુસાર આ આયોજન પહેલા સાદના દિલ્હી સ્થિત એક બેન્ક એકાઉન્ટમાં અચાનક વિદેશોથી અકીલા મોટી માત્રામાં ફન્ડના નામે રૂપિયા જમા થયા.આ મામલામાં પોલીસે મૌલાના સાદના સીએને બોલાવીને પૂછપરછ કરી હતી અને મૌલાનાને મળવાની વાત કહી હતી પરંતુ સીએ કહ્યું હતું કે મૌલાના મોટા માનવી છે અને તેઓ કોઇને એમ જ નથી મળતા.હવે ક્રાઇમ બ્રાન્ચને મરકઝના ટ્રાન્ઝેક્શન પર આશંકા છે અને તેનો હવાલો કનેક્શન શોધવામાં લાગી ગયા છે.આ પહેલા મૌલાના સાદનું એકાઉન્ટ જે બેન્કમાં છે,ત્યાં પણ તેઓને આવા ટ્રાન્ઝેક્શન પર રોક લગાવવાની સૂચના અપાઇ હતી.બેન્કે સાદને આ સંબંધમાં 31 માર્ચે સૂચના આપી હતી.પરંતુ આમ ન થયું અને આ ટ્રાન્ઝેક્શન સતત ચાલુ રહ્યું હતું.
ઈડીએ નિઝામુદ્દીન મરકજ,તબલીગી જમાતના નેતા મૌલાના સાદ કાંધવલી અને પ્રબંધન કમિટી પર મની લોન્ડ્રિંગનો કેસ નોંધ્યો છે. ઈડીએ દિલ્હી પોલીસની એફઆઈઆરના આધાર પર મની લોન્ડ્રિંગનો કેસ દાખલ કર્યો છે. મૌલાના સાદ પર મોટા પાયે દેશ અને વિદેશમાંથી ફંડિંગ લાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ઈડીએ મૌલાના સાદ વિરુદ્ધ PMLA અંતર્ગત કેસ દાખલ કર્યો છે.મૌલાના ઉપરાંત આઠ અન્ય લોકો પણ ઈડીની રડાર પર છે.
નોંધનીય છે કે ગયા મહિને નિઝામુદ્દીન મરકજમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે દેશમાં કોરોના વાયરસનું મુખ્ય હોટસ્પોટ બન્યું હતું. દેશના અનેક રાજ્યોમાંથી આવેલા જમાતીઓ આ કાર્યક્રમમાં સામેલ થયા હતા જેમાંથી હજારોની સંખ્યામાં જમાતીઓ કોરોનાગ્રસ્ત મળી આવ્યા હતા.
આ અગાઉ તબલીગી જમાતના નેતા મૌલાના સાદ કાંધવલી વિરુદ્ધ ઈરાદાપૂર્વક હત્યા કરવા માટે પણ કેસ નોંધાયો હતો. પોલીસે જણાવ્યું કે તબલીગી જમાત કાર્યક્રમમાં સામેલ થયેલા લોકોમાંથી કેટલાક જમાતીઓ કોરોના વાયરસના કારણે કાળનો કોળિયો બની ગયા ત્યારબાદ આ પગલું ભરવામાં આવ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર આ જીવલેણ બીમારીને કાબુમાં લેવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવાનો આદેશ આપી દેવાયા છતા પણ મૌલાના સાદે ગયા મહિને જ નિઝામુદ્દીન મરકજમાં ધાર્મિક કાર્યક્રમનું આયોજન કર્યું હતું.