નવી દિલ્હી : તા.16 જૂન 2022,ગુરૂવાર : નેશનલ હેરાલ્ડ પેપર સાથે જોડાયેલા કથિત મની લોન્ડ્રિંગ કેસમાં બુધવારે સતત ત્રીજા દિવસે 9 કલાકથી વધુની પૂછપરછ બાદ મોડી રાત્રે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)ની ઓફિસમાંથી બહાર નીકળી ગયા હતા.શુક્રવારે તેમની ફરીથી પૂછપરછ કરવામાં આવશે.રાહુલ ગાંધીએ તપાસ એજન્સી પાસેથી પોતે બ્રેક માંગ્યો હતો.તપાસ એજન્સી તેમની પૂછપરછનો ઓડિયો અને વીડિયો રેકોર્ડિંગ કર્યું છે.નિવેદન બાદ ટાઈપ કરવામાં આવે છે.રાહુલ ગાંધી અને તપાસ અધિકારી દ્વારા તેના પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.છેલ્લા 3 દિવસમાં રાહુલ ગાંધીની 30 કલાકથી વધુ પૂછપરછ કરવામાં આવી છે.તેમની માતા અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી જેઓ કોવિડ માટે પોઝિટિવ આવ્યા બાદ હોસ્પિટલમાં દાખલ છે.તેમની તબિયત સુધર્યા બાદ તેમની પણ પૂછપરછ કરવામાં આવશે.
ED ઓફિસની બહાર કોંગ્રેસ દિલ્હી પોલીસ સાથે અથડામણના માર્ગા પર છે.પક્ષના ટોચના નેતાઓ અને કાર્યકરોએ સત્તાધારી ભાજપની’બદલાની રાજનીતિ’સામે તેમનો વિરોધ ચાલુ રાખ્યો છે.ગઈકાલે સચિન પાયલટ સહિતના વરિષ્ઠ નેતાઓને પોલીસે ઘેરી લીધા હતા અને તેમની અટકાયત કરી હતી.કેસી વેણુગોપાલ,ભૂપેશ બઘેલ અને રણદીપ સુરજેવાલા સહિતના ટોચના કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું હતું કે, પોલીસ પાર્ટીના હેડક્વાર્ટરમાં પણ ઘૂસી હતી જ્યાંથી તેઓએ કાર્યકરો અને નેતાઓની અટકાયત કરી હતી.સચિન પાયલટને પાર્ટીના હેડક્વાર્ટર પાસેથી ધરપકડ કરવામાં આવી હતી.અહેવાલ આનુસાર,તેઓએ અમને બસમાં ધકેલી દીધા હતા અને મને ખબર નથી કે તેઓ અમારી સાથે આગળ શું કરવાની યોજના બનાવી રહ્યા છે.આ પ્રકારની અટકાયત અગાઉ ક્યારેય થઈ નથી.એક સભ્ય સમાજમાં આવો વ્યવહાર કરવામાં આવતો નથી.’જોકે દિલ્હી પોલીસે કોંગ્રેસના દાવાને નકારી કાઢ્યા છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની તપાસ રાહુલ ગાંધીના યંગ ઈન્ડિયા કંપની સાથેના વ્યવહારો વિશે છે.તેમણે નેશનલ હેરાલ્ડ પેપર ચલાવતી AJLને હસ્તગત કરી હતી.યંગ ઈન્ડિયાએ AJLની 800 કરોડથી વધુની સંપત્તિ લીધી હતી અને ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર,તેમને યંગ ઈન્ડિયાના શેરધારકો સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની મિલકત ગણવી જોઈએ અને આ માટે તેમણે ટેક્સ ચૂકવવો જોઈએ. કોંગ્રેસે દાવો કર્યો છે કે,યંગ ઈન્ડિયા એક બિન-લાભકારી સંસ્થા છે અને તેથી શેરધારકો તેની સંપત્તિમાંથી કોઈ કમાણી કરી શકતા નથી.એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દલીલ કરી છે કે,યંગ ઈન્ડિયાએ કોઈ સખાવતી કાર્ય કર્યું નથી.તેનો એકમાત્ર વ્યવહાર AJLના દેવાનું ટ્રાન્સફર હતો.કોંગ્રેસે તેનો વિરોધ કર્યો છે.

