નવી દિલ્હી તા. 21 એપ્રિલ 2022,ગુરૂવાર : ભારત સરકાર દ્વારા રાજકીય પક્ષોને કોર્પોરેટ અને વ્યક્તિઓ તરફથી દાનમાં મળતી રકમ હવે ઇલેક્ટ્રોલ બોન્ડ મારફત જ સ્વીકારવામાં આવે છે.વર્ષ 2020-21 દરમિયાન ઇલેક્ટ્રોલ ટ્રસ્ટને કુલ રૂ.258 કરોડની રકમ દાનમાં મળી હતી.કેન્દ્રના નિયમ અનુસાર દર વર્ષે જે દાનમાં રકમ મળે તેનાથી 95 ટકા રકમ ટ્રસ્ટે ફરજીયાત રીતે રાજકીય પક્ષોને ફાળવી દેવી પડે છે.
નિયમ અનુસાર દેશના ટોચના ઇલેક્ટ્રોલ ટ્રસ્ટે એકત્ર કરેલી રૂ.258.49 કરોડની રકમમાંથી 99 ટકા કે રૂ.258.43 કરોડની રકમ રાજકીય પક્ષોને ફાળવીદેવામાં આવી હતી.આ રકમમાં સૌથી મોટો હિસ્સો દેશની સત્તાધારી પાર્ટી ભારતીય જનતા પક્ષ (ભાજપ)ને મળ્યો છે.ઉપલબ્ધ માહિતી અનુસાર રૂ.209 કરોડની રકમ ભાજપને ફાળે આવી છે.આ પછી બીજા ક્રમે રૂ.25 કરોડ સાથે જનતા દલ(યુ) એટલે કે બિહારનો સત્તાધારી પક્ષ છે.દેશમાં જે રાજકીય પક્ષોને ઇલેક્ટ્રોલ ટ્રસ્ટે ફાળવી કરી છે તેમાં ટોચની રાજકીય પાર્ટીઓને યાદી નીચે મુજબ છે.
રાજકીય પક્ષ મળેલી રકમ રૂ. કરોડ
ભાજપ ૨૧૨
જનતા દળ (યુ) ૨૭
એનસીપી ૫
રાષ્ટ્રીયજનતા દળ ૨
કોંગ્રેસ ૪.૩૫
આમ આદમી પાર્ટી ૨

