નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી રહ્યા છે.મળતી જાણકારી મુજબ, વડાપ્રધાન મોદીની સાથે મીટિંગમઅં મોટાભાગના રાજ્ય 3 મે બાદ ચરણબદ્ધ રીતે લૉકડાઉન હટાવવાના પક્ષમાં છે.માત્ર મેઘાલય અને હિમાચલ પ્રદેશે લૉકડાઉનને લંબાવવા પર ભાર મૂક્યો છે.બીજી તરફ,પુડુચેરીના મુખ્યમંત્રી વી.નારાયણસ્વામીએ કેન્દ્ર પાસે આર્થિક રાહત પેકેજની માંગ કરી છે.
મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે લૉકડાઉનથી આપણે લાભ મળ્યો છે.સામૂહિક પ્રયાસોની અસર જોવા મળી રહી છે. દેશમાં લાગુ લૉકડાઉનની અવધિ 3 મેના રોજ ખતમ થઈ રહી છે,એવામાં આગળની રણનીતિ શું હશે તેની પર પીએમ મોદી તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી રહ્યા છે.વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પીએમ મોદીની મુખ્યમંત્રીઓની સાથે આ ચોથી બેઠક છે.આ બેઠકમાં દેશની સ્થિતિ અંગે પણ ચર્ચા કરવામાં આવી રહી છે.
PM મોદીની સાથે મીટિંગમાં આ વખતે બિહાર,ઓડિશા,ગુજરાત,હરિયાણા,ઉત્તરાખંડ,હિમાચલ પ્રદેશ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીના મુખ્યમંત્રીઓનો વારો છે.પૂર્વોત્તરથી મેઘાલય અને મિઝોરમના મુખ્યમંત્રી પણ પોતાની વાત રજૂ કરશે.સૂત્રોનું કહેવું છે કે કેન્દ્ર તમામ રાજ્યો- નાના કે મોટા તમામને વાત રજૂઆત કરવાની તક આપવા માંગે છે.અત્યાર સુધીની મીટિંગમાં રાજ્યો તરફથી કંઈને કંઈક માંગ થતી રહી છે પરંતુ હવે ઘણા દિવસોથી લૉકડાઉન લાગુ હોવાના કારણે તમામ રાજ્યો મુશ્કલીઓનો સામનો કરી રહ્યા છે.