By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: Facebook નો ચોંકાવનારો દાવો, ભારત સરકારે 6 મહિનામાં 40300 વખત માંગ્યા યુઝર્સના ડેટા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > Facebook નો ચોંકાવનારો દાવો, ભારત સરકારે 6 મહિનામાં 40300 વખત માંગ્યા યુઝર્સના ડેટા
GeneralNational

Facebook નો ચોંકાવનારો દાવો, ભારત સરકારે 6 મહિનામાં 40300 વખત માંગ્યા યુઝર્સના ડેટા

HM News
Last updated: 21/05/2021 11:52 AM
HM News
4 years ago
Share
SHARE

ફેસબુક અને ફેસબુકના ડેટાને લઈને ખુબ વિવાદો ચાલતા રહે છે. પરંતુ તાજેતરમાં ફેસબુકે ચોંકાવનારો ખુલાસો કર્યો છે.વિશ્વના સૌથી મોટા સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકએ દાવો કર્યો છે કે ભારત સરકારે તેની પાસેથી 40,300 વાર યુઝર્સના ડેટા માંગ્યા છે. 40,300 વખત ડેટા વર્ષ 2020 ના બીજા છ માસમાં આપવા માટે કંપનીને કહેવામાં આવ્યું હતું.

કંપનીની એથિક્સ કમિટીના આ અહેવાલ મુજબ સૌથી વધુ યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા ડેટા આપવાની વિનંતી કરવામાં આવી છે.જેમાં US એ 61,262 વખત ડેટા માંગ્યા છે.જ્યારે બીજા ક્રમે ભારત છે,જેણે માત્ર છ મહિનામાં 40,300 વખત ડેટા માંગ્યા છે.

878 વાર પ્રતિબંધ મુકાયો પ્રતિબંધ

આ અહેવાલ મુજબ ભારત સરકારે વર્ષ 2020 પહેલા છ મહિનામાં 35,560 ડેટા માંગવામાં આવ્યા હતા. જે વિનંતી બીજા છ માસમાં 13.3% વધી ગઈ હતી છે. તેના પારદર્શિતા અહેવાલમાં ફેસબુકે જણાવ્યું છે કે આ સમયગાળા દરમિયાન ભારતમાં સરકારના કહેવા પર ભારતમાં ઓનલાઇન સામગ્રી પર 878 વાર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આમાંથી 10 પર પ્રતિબંધ હંગામી હતો. કોર્ટના આદેશ હેઠળ 54 પર પ્રતિબંધ મુકાયો હતો.

આમાં ફેસબુકે જણાવ્યું કે સરકારે માહિતી ટેકનોલોજી અધિનિયમની કલમ 69 એનું ઉલ્લંઘન બતાવીને આ સામગ્રી પર પ્રતિબંધ મૂકવાની હાકલ કરી હતી. સરકારના મતે આ પ્રકારની સામગ્રી દેશની સુરક્ષા અને લોકશાહીની વિરુદ્ધ છે.

તમને જણાવી દઈએ કે સરકારે કાયદાકીય પ્રક્રિયા હેઠળ 37,865. વખત વપરાશકર્તાના ડેટાની માંગ કરી. તેમજ કટોકટી આવશ્યકતા હેઠળ તે 2,435 વખત ડેટા માંગવામાં આવ્યા હતા. 2020 ના બીજા ભાગના છ મહિનામાં વપરાશકર્તા ડેટા વિશ્વભરમાં 1,91,013 વખત માંગવામાં આવ્યા. જે પહેલા ભાગના છ મહિના કરતા લગભગ 10% વધારે છે.

ગયા વર્ષે 62,754 એકાઉન્ટની માહિતી માંગી

ફેસબુકે કહ્યું કે, ભારત સરકારે વર્ષ 2020 માં 62,754 ફેસબુક યુઝર્સ વિશેની માહિતી પણ માંગી હતી. તેમણે સરકારને આશરે 52% એકાઉન્ટનો કોઈના કોઈ ડેટા સરકારને આપ્યો હતો. ફેસબુક અનુસાર તે દેશના કાયદા અને કંપનીની સેવાની શરતોને આધિન છે. સરકાર દ્વારા કરવામાં આવતી દરેક માંગનું કાળજીપૂર્વક કાયદાકીય મૂલ્યાંકન કરવામાં આવ્યું છે અને જ્યારે કોઈ માન્ય કારણ ન હોય, ત્યારે માંગને નકારી છે.

ગુજરાતમાં 92 બેઠક સાથે આપ સરકાર બનાવશે : કેજરીવાલ
ચીનમાં 656 ફુટ ઊંચી એક બિલ્ડિંગમાં લાગી ભીષણ આગ, દ્રશ્ય જોઇને 9/11 ની યાદો થશે તાજા : જુઓ વિડિઓ
જથ્થાબંધ ખરીદદારો માટે ડીઝલ થયું મોંઘુ, 25 રૂપિયા પ્રતિ લીટરનો વધારો
સુરતમાં ધોધમાર 3 ઈંચ વરસાદ, ચોર્યાસીમાં 5 કલાકમાં 4 ઇંચ ખાબક્યો, ઠેર-ઠેર પાણી ભરાયાં
કડોદરા પોલીસ મથક વિસ્તાર માંથી એક દિવસમાં ત્રણ અલગ અલગ જગ્યાએથી 3.28 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
Share This Article
Facebook Email Print
Previous Article ધ્યાન આપે બેંક ઓફ બરોડાના ગ્રાહકો! ચેકથી ચુકવણી માટે આ નિયમ બદલાશે 1 જૂનથી
Next Article છૂટછાટને પહેલા જ દિવસે સંક્રમણ ભૂલાયું, બજાર ખુલતા ઉમટી પડ્યા લોકો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up