– પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીને ઉદ્દેશીને અભદ્ર ભાષા સાથેની પોસ્ટથી પોલીસ હરકતમાં,વ્યવસાયે વકીલ એવા કાર્યકરની અટકાયત,છેડતી,મારામારી સહિતના ડઝનથી વધુ ગુના પણ નોંધાયા છે
સુરત : કોરોના વાયરસના હાહાકાર વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપરાંત કેન્દ્ર અને રાજય સરકાર વિરૂધ્ધ અભદ્ર શબ્દોના પ્રયોગ સાથે ભડકાઉ પોસ્ટ ફેસબુક પર મુકનાર એનસીપીના માજી પ્રમુખ એવા વ્યવસાયે વકીલ વિરૂધ્ધ ક્રાઇમ બ્રાંચે ફરીયાદ નોંધી અટકાયત કરી છે.
દેશ-દુનિયામાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાયરસના સક્રમણને અટકાવવા માટે હવાતીયા મારી રહેલી કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા મહામારીને લઇ ખોટી અફવાઓ ફેલાય નહીં તે માટે પોલીસ દ્વારા સોશ્યિલ મિડીયા ઉપર વોચ રાખવામાં આવી રહી છે.મહામારી અંતર્ગત કેટલાક દેશ વિરોધી તત્વો દ્વારા ફેસબુક, વ્હોટ્સઅપ,ટ્વીટર,ઇન્સ્ટાગ્રામ પર ભયનું વાતાવરણ ફેલાય તેવા મેસેજ,ઓડિયો,વિડીયો સહિતને પોસ્ટ કરી રહ્યા છે.જે અંતર્ગત એનસીપીના કાર્યકર અને વ્યવસાયે એડવોકેટ અનિલ માગુંકીયાએ પોતાના ફેસબુક એકાઉન્ટ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરૂધ્ઘ `પબ્લીકનો પીત્તો એટલી હદે ફાટી ગયો છે કે જો બળવો કરીશું તો તારૂ એકેય રાફેલ કામ નય લાગે, તારૂ રાફેલ……, બંગાળ હિંસામાં તમારા આઠ-દસ હડકાયા કુતરા હુ મરી ગયા ત્યાં તમને લોકશાહી યાદી આવી ગય,ગુજરાતમાં મારા પાટીદારો શહીદ થયા ત્યારે કયા ગયા તા…., જનતાના પરસેવાના પૈસે વિદેશોમાં ઉચડા રાયખા ને બધા દેશોમાં ગોળા ફેક કરી વિશ્વ ગુરૂની……. અને …… આજ કી પ્રેસ કોન્ફરન્સ ગુજરાતી મે રખના, ક્યું કી જબ તુમ હિન્દી બોલતા તો અડધા સમજણ મે નહી આવતા કયા ખોલને કા કયા બંધ રખને કા` સહિતની અનેક ભડકાઉ,બિભત્સ અને અભદ્ર ભાષાનો પ્રયોગ કરી પોસ્ટ મુકી હતી.
જેના કારણે સમાજમાં અરૂચિ અને ધૃણા ફેલાવાનો ભય હોવાથી ક્રાઇમ બ્રાંચે ફેસબુક એકાઉન્ટ ધારક અનિલ માગુંકીયા વિરૂધ્ધ ગુનો નોંધી અટકાયત કરી પુછપરછ હાથ ધરી છે.ઉલ્લેખનીય છે કે એનસીપી કાર્યકર અનિલ માગુંકીયા વ્યવસાયે વકીલ છે પરંતુ તેના વિરૂધ્ધ છેડતી,મારામારી સહિતના એક ડઝન જેટલા ગુના અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયા છે.


