નવી દિલ્હી : ભૂતપૂર્વ વડા પ્રધાનો મનમોહન સિંહ અને એચ.ડી. દેવ ગૌડાને આજે નવી દિલ્હીમાં G20ના સભ્ય દેશોના લીડર્સ માટેના ડિનર માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.જોકે દેવ ગૌડાએ જણાવ્યું હતું કે આરોગ્યના કારણોસર તેઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા આયોજિત આ ડિનરમાં નહીં જાય.આ ડિનર માટે તમામ મુખ્ય પ્રધાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે.
બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમાર તેમ જ ઇન્ડિયા ગઠબંધનની પાર્ટીઓ દ્વારા શાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનો પણ આ ડિનરને અટેન્ડ કરશે; જેમાં તામિલનાડુના એમ.કે. સ્ટૅલિન, પશ્ચિમ બંગાળનાં મમતા બૅનરજી,ઝારખંડના હેમંત સોરેન,પંજાબના ભગવંત માન અને દિલ્હીના અરવિંદ કેજરીવાલનો સમાવેશ થાય છે.કૉન્ગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને આ ડિનર માટે આમંત્રણ આપવામાં આવ્યું નથી.