– બીજા વિશ્વ યુદ્ધ પછી સૌથી વધુ દેવામાં ડુબશે દુનિયાભરના દેશો
નવી દિલ્હી તા. ર૧: મહામારીમાં મંદીના મારથી ગરીબ,મધ્યમ વર્ગ અને ઉદ્યોગોને બચાવવા માટે દુનિયાભરના દેશો રાહત પેકેજ,લોનમાં છૂટ અને લોન ગેરેંટી જેવા ઉપાયો અપનાવી રહ્યા છે તેના લીધે તેમના પર સાતથી દસ લાખ કરોડનો બોજ આવશે અને દુનિયા બીજા વિશ્વયુદ્ધ પછી સૌથી વધારે દેવામાં ડુબશે.આની સૌથી વધારે અસર અમેરિકા,જાપાન,ચીન અને અમેરિકા પર થશે.આઇએમએફએ ચેતવણી આપી છે કે મોટા દેશોમાં જીડીપી ના મુકાબલ઼ે દેવું ૧ર૦ ટકા સુધી પહોંચી જશે.એકલા અમેરિકાએ જ બે લાખ કરોડ (૧પર લાખ કરોડ રૂપિયા) નું પેકજ મંજુર કર્યું છે.ગઇકાલે જ ૧.૧ લાખ કરોડ ડોલરના પેકેજની જાહેરાત કરી છે.ચીને પણ ૦.૬ લાખ કરોડનું વચગાળાનું પેકેજ આપ્યું છે.જર્મની,ફ્રાંસ,બ્રિટન,ઇટલી,સ્પેન અને રશીયા પણ દેવામાં ફસાવાના છે.અમેરીકાનું જ દેવું ૧૭ લાખ કરોડ ડોલર સુધી પહોંચી ગયું છે,જે તેના ર૦૦૮ની સાલના જીડીપીના ૮૦ ટકાથી વધીને ૧૧૦ થી ૧ર૦ ટકાએ પહોંચવાનું છે.ભારતમાં હજુ જીડીપીની સામે દેવું ૬૯ ટકા છે જે એક સારી બાબત છે.