રાજસ્થાનમાં ચોરીના આરોપ હેઠળ બે દલિતને નિર્વસ્ત્ર કરી ફટકાર્યા : છ લોકોની ધરપકડ

310

જયપુર,તા.૨૦
રાજસ્થાનના નાગૌર જિલ્લામાં બે દલિત પર ટુ-વ્હીલર એજન્સીમાંથી ૫૦૦ રૂપિયાનો ચોરીની આરોપ લગાવવામાં આવ્યો હતો. જે બાદમાં શોરૂમના સ્ટાફે બંનેને પકડીને નિર્વસ્ત્ર કર્યાં હતા અને માર માર્યો હતો. આ મામલે બંને પક્ષોએ સામસામે ફરિયાદ દાખલ કરી છે.
આ અંગેનો વીડિયો વાયરલ થયા બાદ મામલે ધ્યાનમાં આવ્યો હતો. જેમાં અમુક લોકો ટૂલ્સ સાથે એક પીડિતને ફટકારી રહ્યા હતા અને તેના પર જુલમ ગુજારી રહ્યા હતા. આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ નગ્ન અવસ્થામાં પડયો છે જ્યારે અમુક લોકો તેના પ્રતાડિત કરી રહ્યા છે. એટલું જ નહીં આ લોકોએ તેના ગુપ્તાંગો પર પેટ્રોલ પણ છાંટયું હતું.
પોલીસના કહેવા પ્રમાણે બંને યુવકોને પરેશાન કરનારા તમામ છ લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે, આ મામલે પોલીસે વધારે તપાસ હાથ ધરી છે. આ મામલે બંને પક્ષે સામસામે ફરિયાદ દાખલ કરાવી છે. પીડિતો વિરુદ્ધ ચોરીની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
પંચોડી પોલીસ સ્ટેશનના હાઉસ ઓફિસર રજપાલ સિંઘે જણાવ્યું હતું કે, *બંને પીડિતો રવિવારે શોરૂમમાંથી પૈસાની ચોરી કરતા ઝડપાયા હતા. જે બાદમાં શોરૂમના સ્ટાફે બંનેને ફટકાર્યા હતા. આ અંગેનો વીડિયો વાયરલ થયો હતો, જે બાદમાં પીડિતોએ બુધવારે ફરિયાદ દાખલ કરાવી હતી. પોલીસના કહેવા પ્રમાણે શોરૂમને સ્ટાફે પણ બંને યુવક સામે ચોરીની ફરિયાદ આપી છે.

Share Now